Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જુઓ, મેં તને તીક્ષ્ણ, નવા દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ, ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હું તને તીક્ષ્ણ અને ધારદાર દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવીશ. હું પર્વતોને મસળીને તેમના ચૂરેચૂરા કરી નાખીશ અને ડુંગરોને ભૂસા જેવા બનાવી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “જો હું તને દાણાંના ફોતરાં છૂટાં પાડવાનાં તીક્ષ્ણ દાંતાવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ, તું પર્વતોને અને ટેકરીઓને રોળીને ભૂકો કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:15
20 Iomraidhean Croise  

તેના નીચેના ભાગ કઠણ ઠીકરાં જેવા છે; તે કાદવ પર [જાણે કે] મસળવાનો જેંસલો ફેરવે છે.


ત્યારે પવન આગળ ધૂળની જેમ મેં તેઓને બારીક ખાંડયા; રસ્તાના કાદવની જેમ મેં તેઓને ફેંકી દીધા.


લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.


હે મારા ઝુડાયેલા [લોકો] , મારી ખળીના દાણા, સૈન્યોના [ઈશ્વર] યહોવા જે ઈઝરાયલના ઈશ્વર છે તેમની પાસેથી જે સાંભળ્યું, તે મેં તેમને જણાવ્યું છે.”


કેમ કે સુવા અણીદાર હથિયારથી મસળતા નથી, ને જીરા પર ગાડાનું પૈડું ફરતું નથી; સુવા કાઠીથી, ને જીરું ઝૂડિયાથી ઝુડાય છે.


વળી તારા પરદેશીઓનો સમુદાય ઝીણી ધૂળના જેવો, ને તને પીડનારાનો સમુદાય [વામાં] ઊડી જતાં ફોતરાંના જેવો થશે; હા, તે અકસ્માત પળવારમાં થશે.


હું પર્વતોને તથા ડુંગરોને ઉજજડ કરીશ, ને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; હું નાળાંઓના બેટ કરી નાખીશ, અને તળાવોને હું સૂકવી નાખીશ.


જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો, જો પર્વતો તમારી આગળ કંપે, તો કેવું સારું!


“તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે; તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ; અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ;


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘પાર ફેરવવામાં આવતી ખળીના જેવી બાબિલની દીકરી છે; થોડી વાર પછી તેને ઊપણવાની વેળા આવશે.


[મેં કહ્યું,] “હું પર્વતોને માટે રુદન તથા શોક કરીશ, ને રાનમાંના બીડોને માટે વિલાપ કરીશ, કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયાં છે કે, કોઈ તેમાં થઈને જતું નથી. અને ઢોરનો અવાજ સાંભળવામાં આવતો નથી; આકાશનાં પક્ષીઓ તેમ જ પશુઓ પણ નાઠાં છે, તેઓ જતાં રહ્યાં છે.”


વળી હું દેશને વેરાન તથા આશ્ચર્યરૂપ કરીશ, ને તેના સામર્થ્યના ગર્વનો અંત આવશે; અને ઇઝરાયલના પર્વતો એવા વેરાન થશે કે તેઓ પર થઈને કોઈ જશે નહિ.


ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા, તે ઉનાળાના ખાળમાંના ભૂસા જેવાં થઈ ગયાં; અને પવન તેમને એવી રીતે [ઊડાડી] લઈ ગયો કે તેમનું ઠામઠેકાણું રહ્યું નહિ. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેની આખી પૃથ્વી ભરાઈ ગઈ.


હે સિયોનની પુત્રી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાને લોઢારૂપ, ને તારી ખરીઓને પિત્તળરૂપ કરીશ, અને તું ઘણી પ્રજાઓને કચરીને ચૂરેચૂરા કરશે. અને તું તેઓની કમાઈનું યહોવાએ તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.


યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં વનનાં પશુઓમાં સિંહના બચ્ચાના જેવા થશે. જે તેઓમાં થઈને જાય તો તેમને કચરી નાખે છે, ને તેમને ફાડીને ટુકડા કરે છે, ને છોડાવનાર કોઈ હોતું નથી.


તમે રોષમાં દેશના આ છેડાથી પેલા છેડા સુધી સવારી કરો છો, તમે ક્રોધમાં પ્રજાઓને ઝૂડી નાખો છો.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


પણ પહાડી પ્રદેશ તારો થશે; તે તો જંગલ છે, તોપણ તું તેને કાપી નાખશે, તો તેની સરહદો તારી થશે; અને કનાનીઓને જોકે લોઢાના રથો છે, ને તેઓ બળવાન છે, તોપણ તું તેઓને હાંકી કાઢશે.”


યહોવાએ તેને કહ્યું, “સાચે જ હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે.”


Lean sinn:

Sanasan


Sanasan