Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “પોકાર, ” એવું કોઈ કહે છે. મેં પૂછયું, “શું પોકારું?” જવાબ મળ્યો, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનુમ સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 વાણી પોકારે છે, “પોકાર પાડ!” મેં પૂછયું, “શાનો પોકાર પાડું?” “એ જ કે સર્વ માણસો ઘાસ જ છે; તેમના રૂપરંગ વગડામાંના ફૂલ જેવાં ક્ષણિક છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?” સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એક અવાજ કહે છે, “સાદ પાડ.” હું પૂછું છું, “શો સાદ પાડું?” જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:6
17 Iomraidhean Croise  

તે ફૂલની જેમ ખીલે છે, અને તેને કાપી નાખવામાં આવે છે. વળી તે છાયાની જેમ જતું રહે છે, અને સ્થિર રહેતું નથી.


મારા દિવસો નમતી છાયાના જેવા છે; અને ઘાસની જેમ હું ચીમળાઈ ગયો છું.


જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે;


હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”


તે કારણથી તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા, તેઓ ગભરાઈને બાવરા બની ગયા; તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પકવ થયા પહેલાં ચીમળાયેલા કર્ષણના જેવા થઈ ગયા.


સાંભળો, કોઈ એવું પોકારે છે, “જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા ઈશ્વરને માટે સડક સીધી કરો.


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


કેમ કે એવો સમય આવશે કે જે વખતે એફ્રાઈમ પર્વત પરના ચોકીદારો પોકારશે, ‘ઊઠો, આપણે આપણા ઈશ્વર યહોવાની પાસે સિયોન પર ચઢી જઈએ.’”


ગિબયામાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો; બેથ-આવેનમાં ભયસૂચક કરણાટ વગાડો; ‘હે બિન્યામીન, તારી પછવાડે.’


માટે મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, “તું એમ પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘યરુશાલેમ તથા સિયોણે માટે મને અતિશય લાગણી થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan