Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે, ને સર્વ પર્વત તથા ડુંગર નીચા કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી, ને ખાડાટેકરા સપાટ મેદાન થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પ્રત્યેક ખીણ પૂરી દો; પ્રત્યેક પર્વત અને ડુંગરાને સપાટ બનાવી દો. ખરબચડી જગ્યાઓ સરખી કરી દો અને ખાડાટેકરાવાળો પ્રદેશ સપાટ મેદાન કરી દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો. ખરબચડી જમીનને સરખી બનાવી દો. અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:4
18 Iomraidhean Croise  

જેઓનાં માર્ગો વાંકા, તથા જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે;


સાંભળો, કોઈ એવું પોકારે છે, “જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા ઈશ્વરને માટે સડક સીધી કરો.


યહોવાનું ગૌરવ પ્રગટ થશે, ને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


અરણ્ય તથા તેમાંનાં નગરો, વળી કેદારે વસાવેલાં ગામડાં, મોટે સાદે ગાઓ; સેલાના રહેવાસીઓ, હર્ષનાદ કરો, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો.


[વળી યહોવા તેને એવું કહે છે કે,] “હું તારી આગળ જઈશ, ને ટીંબાટેકરાને સપાટ કરીશ; હું પિત્તળના દરવાજાના કકડેકકડા કરી નાખીશ, ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ!


મારા સર્વ પર્વતો [પર] હું માર્ગો કરીશ, ને મારી સડકો ઊંચી થશે.


દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.


વનનાં સર્વ વૃક્ષો જાણશે કે મેં યહોવાએ ઊંચા ઝાડને નીચે કર્યુ છે, નીચા ઝાડને ઊંચું કર્યું છે, લીલા ઝાડને સૂકવી નાખ્યું છે, ને સૂકા ઝાડને ખીલવ્યું છે; હું યહોવા તે બોલ્યો છું, ને મેં તે પાર પાડ્યું છે.”


પ્રભુ યહોવા કહે છે કે, પાઘડી કાઢી નાખ ને મુગટ ઉતાર, આ [સ્થિતિ] એવી ને એવી રહેવાની નથી. અધમને ઊંચ સ્થિતિએ ચઢાવ, ને ઊંચને અધમ સ્થિતિમાં લાવ.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


હું તમને કહું છું કે, પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”


દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે. વાંકું સીધું કરવામાં આવશે, ખાડાટેકરાવાળા માર્ગ સપાટ થશે. q1


તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે. ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યાસનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઊભા કરે છે; કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે, અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan