Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ, એ [બધા તારા] કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે? જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે, તેની શકિત એટલી પ્રબળ છે કે તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:26
26 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “રાત ને દિવસ જુદાં કરવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ; અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષો ને અર્થે થાઓ.


અને ઈશ્વરે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિ બનાવી. અને તારાઓને પણ બનાવ્યા.


પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તમારા હાથનું કામ છે.


આજ સુધી તેઓ તમારાં ન્યાયવચન પ્રમાણે નીભી રહેલાં છે; કેમ કે તેઓ સર્વ તમારા સેવકો છે.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?


આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે.


ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.


યહોવાના પુસ્તકમાં શોધ કરો ને વાંચો; તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમ કે [યહોવાના] મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે.


આકાશોને ઉત્પન્ન કરનાર, તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર, તે પરના લોકોને પ્રાણ આપનાર તથા તે પરના ચાલનારાને જીવન આપનાર યહોવા ઈશ્વર, તેમણે એવું કહ્યું છે,


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ને ગર્ભસ્થાનથી તારો બનાવનાર, એવું કહે છે, “હું યહોવા સર્વનો કર્તા છું. જે એકલો આકાશોને પ્રસારે છે, ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે;


પૃથ્વીને મેં બનાવી, ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું; મેં હા, મારા હાથે જ આકાશોને પ્રસાર્યાં, ને તેમનાં સર્વ સૈન્યોને આજ્ઞા આપી.


પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.


હે યાકૂબ, ને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો; હું તે જ છું. હું આદિ છું, હું અંત પણ છું.


વળી મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો, ને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; હું તેમને બોલાવું છું, એટલે તેઓ એકત્ર ઊભાં થાય છે.


તમે તમારી દષ્ટિ આકાશ ભણી ઊંચી કરો, ને નીચું જોઈને પૃથ્વીને નિહાળો; કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, ને પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે, અને તેના રહેવાસીઓ મચ્છરની જેમ મરણ પામશે; પણ મારું તારણ સદાકાળ રહેશે, ને મારું ન્યાયીપણું નાશ પામશે નહિ.


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.


Lean sinn:

Sanasan


Sanasan