Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દિવસે તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે એક મંડપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમનું ગૌરવ શહેરને દિવસના તાપથી છાયા આપશે અને તેને સુરક્ષિત બનાવશે; વરસાદ અને તોફાનથી તે તેનું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 4:6
17 Iomraidhean Croise  

કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.


પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને હું ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”


પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.


યહોવા પોતાની વિજયી ગર્જના સંભળાવશે, ને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઊતરી પડવું દેખાડશે.


જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે, ને સરદારો ઇનસાફથી અધિકાર ચલાવશે.


[તેમાંનો] દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


એટલે તે [તમારું] પવિત્રસ્થાન થશે; પરંતુ ઇઝરાયલનાં બન્ને કુળને માટે તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર પહાણો થશે, યરુશાલેમના રહેવાસીઓને માટે તે ફાંસલારૂપ તથા ફાંદારૂપ થઈ પડશે.


એ માટે [તેઓને] કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જો કે મેં તેઓને દૂરના વિદેશીઓમાં કાઢી મૂક્યા છે, ને જો કે મેં તેઓને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડી મુદત સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.


નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


તેઓને ફરી ભૂખ લાગશે નહિ; અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan