Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 39:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાની જે વાત તમે બોલ્યા છો, તે સારી છે.” વળી હિઝકિયાએ કહ્યું, “મારા દિવસોમાં તો શાંતિ તથા સલામતી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 હિઝકિયા રાજા એ પરથી એવું સમજ્યો કે તેના પોતાના સમયમાં તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે જવાબ આપ્યો, “પ્રભુ તરફથી જે સંદેશો મને આપ્યો છે તે સારો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાહનાં જે વચનો તમે બોલ્યા છો, તે સારાં છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાના જે વચનો સંભળાવ્યાં તે સારાં છે.” તેણે વિચાર્યુ કે, “હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને!”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 39:8
12 Iomraidhean Croise  

પણ જો તે એમ કહે, ‘હું તારા પર રાજી નથી, ’ તો જો હું આ રહ્યો, જેમ ઈશ્વરને સારું લાગે તેમ તે મને કરે.”


ત્યારે હિઝકિયા પોતાનું અભિમાન છોડીને છેક દીન બની ગયો, એટલે તેના પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર યહોવાનો કોપ હિઝકિયાના સમયમાં આવ્યો નહિ.


હું તને તારા પિતૃઓ ભેગો કરીશ, તું તારી કબરમાં શાતિથી મુકાશે, ને આ જગા ઉપર તથા તેના રહેવાસીઓ ઉપર જે આપત્તિ હું લાવીશ તે તું જોશે નહિ.’ તેઓએ પાછા આવીને આ વાત રાજાને કહિ.


કહ્યું, “મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું, અને યહોવાએ લઈ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”


હું મૂંગો રહ્યો હતો, મેં મારું મુખ ઉઘાડયું નહિ; કેમ કે તમે જ એ કર્યું.


યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે.


જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


તમારે આ કામો કરવાં:તમે સર્વ પોતપોતાના પડોશી સાથે સાચું બોલો; તમારા દરવાજાઓમાં અદલ ઇનસાફ કરીને શાંતિનો અમલ કરો.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.


એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે.


શમુએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહિ. પછી એલીએ કહ્યું, “તે યહોવા છે; તેમની દષ્ટિમાં જે સારું લાગે તે કરે.”


Lean sinn:

Sanasan


Sanasan