Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 39:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્ર લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડયો હતો, પણ હવે સાજો થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એ સમયે બેબિલોનના રાજા, બાલઅદાનના પુત્ર મેરોદાખ બાલઅદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા માંદગીમાંથી સાજો થયો છે. તેથી તેણે તેના પર પત્ર લખીને સાથે ભેટ મોકલી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ અરસામાં બાલઅદાનનો પુત્ર મેરોદાખ-બાલઅદાન બાબિલનો રાજા હતો. થોડા સમય પછી તેણે હિઝિક્યા પર પોતાની શુભેચ્છાઓ તથા ઉપહારો મોકલાવ્યાં. હિઝિક્યા મરણતોલ માંદગીમાંથી સાજો થયો છે તેવા સમાચાર તેને મળ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 39:1
11 Iomraidhean Croise  

દાઉદે કહ્યું, “જેમ નાહાશ મારા પર માયા રાખતો હતો તેમ તેના દિકરા હાનૂન પર હું માયા રાખીશ.”


ત્યારે દાઉદ રાજાએ હદાદેઝેરની સાથે લડીને તેને હરાવ્યો હતો તેને લીધે તેને મુબારકબાદી તથા ધન્યવાદ આપવા માટે ટોઈએ પોતાના દીકરા યોરામને તેની પાસે મોકલ્યો; કેમ કે હદાદેઝેરને ટોઈની સાથે વિગ્રહ ચાલતો હતો. [યોરામ] પોતાની સાથે રૂપાનાં પાત્રો, સોનાનાં પાત્રો તથા પિત્તળનાં પાત્રો લઈને આવ્યો હતો.


ઘણા લોકો યરુશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદિયાના રાજા હિઝકિયાને ઉત્તમ વસ્તુઓ ભેટ આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.


છતાં હિઝકિયાએ પોતા પર થયેલા ઉપકારનો બરાબર બદલો વાળ્યો નહિ; તે ઉન્મત્ત બની ગયો, તેથી તેના પર તેમ જ યહૂદિયા તથા યરુશાલેમ પર કોપ આવ્યો.


દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિષે તજવીજ કરવા માટે બાબિલના સરદારોને તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય, ને તેના અંત:કરણમાં જે કંઈ હતું તે બધું જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્ર મૂક્યો.


આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે બાબિલ વિશેની ઈશ્વરવાણી.


બાબિલ જે રાજ્યોમાં શિરોમણિ, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, તે સદોમ તથા ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યાં તેઓના જેવું થશે.


તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને કહેશે કે, જુલમી કેવો શાંત પડયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શાંત થયો છે!


જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan