Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જુઓ, [મારી] શાંતિને અર્થે મને અતિ શોક થયો હતો; અને તમે પ્રેમથી મારો જીવ વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મારી બધી વેદના શમી ગઇ છે, તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે. તેં મારા બધાં પાપોને તારી પીઠ પાછળ નાખી દીધાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:17
20 Iomraidhean Croise  

ત્યારે હું કહેતો, ‘હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ. અને માર દિવસો રેતીની જેમ અસંખ્ય થશે;


તો એ તેના પર કૃપાવાન થઈને કહે છે કે, ‘તેને કબરમાં જતાં બચાવો; કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે.’


દુષ્ટો ગર્વિષ્ટ થઈને દીન પુરુષને બહુ સતાવે છે. પોતાની કલ્પેલી યુક્તિઓમાં તેઓ ફસાઈ પડે.


પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણાં ઉલ્લંઘન આપણાંથી દૂર કર્યાં છે.


તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.


તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે.


હે યહોવા, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; પણ તમે મને જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી.


તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢયો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓનાં સર્વ પાપ ઢાંકી દીધાં છે. (સેલાહ)


કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.


હું શું બોલું? પ્રભુ મારી સાથે બોલ્યા છે, ને તેમણે જ તે કર્યું છે; મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી હળવે હળવે ચાલીશ.


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.


હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે બંધ કરી દીધી. તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.


મારો જીવ મારામાં નિર્ગત થયો, ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું, મારી પ્રાર્થના તમારા પવિત્ર મંદિરમાં તમારી હજૂરમાં પહોંચી.


Lean sinn:

Sanasan


Sanasan