Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 સવાર સુધી મેં વિચાર કર્યો કે, તે સિંહની જેમ મારાં સર્વ હાડકાં ભાંગી નાખે છે; એક દિવસ ને રાત સુધીમાં તમે મને પૂરો કરી નાખશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 સિંહ જાણે મારાં હાડકાં કચરતો ન હોય તેમ હું છેક સવાર થતાં સુધી કણસતો રહ્યો; દિવસ અને રાતમાં તો તમે મને પૂરો કરી નાખશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 સવાર સુધી મેં વિલાપ કર્યો; સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આખી રાત મેં કલ્પાંત કર્યુ છે; જાણે સિંહોએ ફાડી મારા ટૂકડા કર્યા હોય, સાંજ થાય ન થાય ત્યાં તો દેવ મારા જીવનનો અંત લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:13
15 Iomraidhean Croise  

ત્યારે એણે તેને કહ્યું, “તેં યહોવાની આજ્ઞા માની નથી માટે, જો, તું મારી પાસેથી વિદાય થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે.” અને એની પાસેથી તે વિદાય થયો કે તરત તેને એક સિંહે પકડીને મારી નાખ્યો.


મારા દિવસ વણકરના કાંઠલા કરતાં વધારે વેગવાળા છે, અને આશા વિના વહી જાય છે.


કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ [જાણે કે] ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)


તમારી [મોકલેલી] આફત મારાથી દૂર કરો; તમારા હાથના ધક્કાથી મારો ક્ષય થાય છે.


હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.


રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.


તમે તેઓને રેલની માફક તાણી જાઓ છો; તેઓ નિદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવાં છે.


તેમણે મારું માંસ તથા મારી ચામડી જીર્ણ કરી નાખ્યા છે. તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે;


પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી લાવીને તેમને, તેમનાં છોકરાંને તથા તેમની પત્નીઓને સિંહોના બિલમાં નાખ્યાં. તેઓ બિલને તળિયે પહોંચે તે પહેલાં તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમનાં બધાં હાડકાં ભાંગીને તેમના ચૂરેચૂરા કરી નાખ્યા.


કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંગરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું, હા, હું જ ફાડી નાખીને જતો રહીશ; હું પકડી લઈ જઈશ, ને કોઈ છોડાવી શકશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan