Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 “મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીનાં વર્ષો મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મને થયું કે મારે મારા આયુષ્યની અધવચ્ચે જ મૃત્યુલોક શેઓલના દરવાજાઓમાં થઈને જવું પડશે અને મારી આવરદાનાં બાકીનાં વર્ષો છીનવી લેવાયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મને થયું હતું: મારા જીવનના મધ્યાહને જ મારે શેઓલને ધ્વારે જવું પડે છે, મારા આયુષ્યના શેષ વર્ષો કપાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:10
12 Iomraidhean Croise  

મારું બળ શું છે કે હું સહનશક્તિ રાખું? અને મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું?


અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે, મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.


મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા પહેલાં મને ન લઈ જાઓ; તમારાં વર્ષો તો અનાદ્યનંત છે!”


પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તમારા હાથનું કામ છે.


તેઓના જીવ સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે; અને તેઓ મરણના દ્વાર સુધી આવી પહોંચે છે.


હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રેમ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે, અને અહંકારથી કામ કરનારને પુષ્કળ બદલો આપે છે.


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


તે સમયે હિઝકિયા મરણતોલ માંદો પડયો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, ને જીવવાનો નથી.’”


યહૂદિયાનો રાજા હિઝકિયા માંદો પડીને સાજો થયો ત્યારે તેણે જે લખ્યું તે આ:


હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે બંધ કરી દીધી. તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.


ઊલટું અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહિ, પણ મૂએલાંને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.


Lean sinn:

Sanasan


Sanasan