Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, ને જન્મ આપવાની શક્તિ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે યશાયાને હિઝકિયા તરફથી આ સંદેશો કહી સંભળાવ્યો, “આજનો દિવસ તો સંકટનો, શિક્ષાનો અને નામોશીનો દિવસ છે. સ્ત્રીને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ તેનામાં જણવાનું જોર ન હોય એવી આપણી દશા થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેમણે જઇને કહ્યું, “હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: આજે અમારે માટે દુ:ખનો દિવસ છે; નિરાશા અને આપત્તિનો દિવસ છે, બાળક અવતરવાની શકિત વિનાની સ્ત્રી જેવી અમારી દશા છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:3
20 Iomraidhean Croise  

તેઓએ યશાયાને કહ્યું, “હિઝકિયા આમ કહે છે કે, આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો વખત આવ્યો છે, ને જણવાની શક્તિ નથી.


પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની શોધ કરી ત્યારે તે તેઓને મળ્યાં.


સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”


તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.


જેમ મરીબામાં, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,


કેમ કે દર્શનની ખીણમાં સૈન્યોના ઈશ્વર યહોવાએ મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટનો દિવસ છે; કોટનો નાશ કરવાનો, ને પર્વતની તરફ આક્રંદ કરવાનો તે દિવસ છે.


પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


હે યહોવા, સંકટસમયે તેઓ તમારી તરફ ફર્યા છે, તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ [તમારી] પ્રાર્થના કરી છે.


પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે મારી આવળ વેદી જેવું જ થશે.


હે યહોવા, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરી છે; દર સવાર તમે તેમનો ભુજ, અને દુ:ખના સમયે અમારા પણ તારક થાઓ.


ચૂંક આવ્યા પહેલાં તેને પ્રસવ થયો; પ્રસવવેદના થયા પહેલાં તેને છોકરો સાંપડયો છે.


યહોવા કહે છે, “હું પ્રસૂતિકાળ પાસે લાવીને પ્રસવ નહિ કરાવું?” તારો ઈશ્વર કહે છે, “હું જે જન્મ આપનાર તે હું [ગર્ભસ્થાન] બંધ કરું?”


હાય હાય! તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે; તોપણ તે તેમાંથી બચશે.”


પ્રસૂતિથી કષ્ટાતી સ્ત્રીના જેવું દુ:ખ તેના પર આવશે. તે મૂર્ખ દીકરો છે; કેમ કે છોકરાને અવતરવાની જગાએ થોભવું ન જોઈએ એવો વખત આવ્યો છે.


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


શિક્ષાને દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલનાં કુળોને જાહેર કર્યું છે.


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan