Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 36:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હમાથ તથા આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઇમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરૂનને છોડાવ્યું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં ગયા? શું તેમણે સમરૂનને મારા હાથથી બચાવ્યું ખરું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરુનને છોડાવ્યું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હમાથ અને આર્પાદની મેં કેવી દશા કરી હતી તે શું તમને યાદ નથી? શું તેઓના દેવો તેઓને બચાવી શક્યા? અને સફાર્વાઇમ તથા સમરૂનનું શું થયું? તેઓના દેવો હાલ ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 36:19
9 Iomraidhean Croise  

હમાથના રાજા ટોઈને ખબર પડી કે દાઉદે હદાદેઝેરના બધા સૈન્યનો પરાજ્ય કર્યો છે,


આશૂરના રાજાએ બાબિલમાંથી, કુંથામાંથી, આવ્વામાંથી, હમાથમાંથી તથા સફાર્વાઈમમાંથી માણસો લાવીને તેમને ઇઝરાયલી લોકોને બદલે સમરુનનાં નગરોમાં વસાવ્યા. તેઓ સમરુનને પોતાનું વતન કરી લઈને તેનાં નગરોમાં રહ્યા.


પરંતુ તે એવો વિચાર કરતો નથી, ને તેના મનની એવી ધારણા નથી; માત્ર વિનાશ કરવો, ને ઘણા દેશોની પ્રજાઓનું નિકંદન કરવું, તે જ તેના મનમાં છે.


દમસ્કસ વિષેની વાત. હમાથ તથા આર્પાદ લજ્જિત થયાં છે: કેમ કે તેઓએ માઠા સમાચાર સાંભળ્યા છે, તેઓ વિખેરાઈ ગયા છે; સમુદ્ર પર ખેદ છે. તે શાંત રહી શકતો નથી.


અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય.


Lean sinn:

Sanasan


Sanasan