Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 33:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ‘હું માંદો છું, ’ એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ:તેમાં વસનાર લોકની દુષ્ટતા માફ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 આપણા દેશનો કોઈ રહેવાસી પોતે બીમાર છે એવી ફરિયાદ કરશે નહિ અને ત્યાં વસતા સઘળા લોકોનાં બધાં પાપ માફ કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 અને હવે ઇસ્રાએલના કોઇ વતનીને એવું કહેવાનો વારો નહિ આવે કે, “અમે માંદા છીએ.” કારણ કે યહોવા તે લોકોને તેઓની દુષ્ટતાની માફી આપશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 33:24
19 Iomraidhean Croise  

યહોવાએ હિઝકિયાની આ પ્રાર્થના સાંભળીને લોકોને ક્ષમા આપી,


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે દ્રોહ કર્યા કરો છો? આખું માથું રોગિષ્ટ અને આખું હ્રદય નિર્ગત છે.


ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે, ને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવા પોતાના લોકોના ઘાને પાટો બાંધશે, ને તેના જખમનો ઘા સાજો કરશે તે દિવસે એમ થશે.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”


મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, ને તારું આરોગ્ય જલદી થશે. તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે, અને યહોવાનું ગૌરવ તારો પીઠરક્ષક થશે.


કેમ કે હું તને આરોગ્ય આપીશ, ને તારા ઘા રુઝાવીશ, એવું યહોવા કહે છે; કેમ કે તેઓએ તને ‘કાઢી મૂકેલી’ કહી છે. વળી, ‘આ સિયોન છે, તેના વિષે કોઈને ચિંતા નથી, ’ એમ તેઓએ કહ્યું છે.”


યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.


તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, ” એવું પ્રભુ યહોવા કહે છે.


તે યહોવા યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે; અને તે દિવસે તેઓમાં જે નિર્બળ હશે તે દાઉદના જેવો થશે. અને દાઉદના વંશજો તેઓની નજરમાં ઈશ્વરના જેવા, યહોવાના દૂત જેવા થશે.


મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તને મારશે. અને તેમાંથી તું સાજો થઈ શકશે નહિ.


અને યહોવા તારી મધ્યેથી સર્વ બિમારી દૂર કરશે. અને મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંનો કોઈ તે તારા પર લાવશે નહિ. પણ તારા સર્વ વૈરીઓ ઉપર તે રોગો લાવશે.


તમારામાં શું કોઈ બીમાર છે? [જો હોય] તો તેણે મંડળીના વડીલોને બોલાવવા, અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી.


તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.”


એ નદીના બન્‍ને કિનારે જીવનનું ઝાડ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં દર માસે તેને [નવીન] ફળ આવતાં હતાં! વળી તે ઝાડનાં પાદડાં [સર્વ] પ્રજાઓને નીરોગી કરવા માટે હતા.


Lean sinn:

Sanasan


Sanasan