Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 33:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 સિયોન જે આપણાં પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ, ને જેની સર્વ દોરીઓ તૂટશે નહિ, તેવા [તંબુ] જેવું જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 આપણા ધાર્મિક ઉત્સવોની નગરી સિયોનને નિહાળ! તારી આંખો યરુશાલેમને, સહીસલામત વસવાટના સ્થાનને જોશે. એ તો કદી ન ખસેડાનાર તંબુ જેવું છે કે જેની મેખો કદી ઉખેડાશે નહિ અને જેનાં દોરડાં તોડી નંખાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 33:20
18 Iomraidhean Croise  

સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે; તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું કલ્યાણ જોશે.


ઈશ્વર તેમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી પરોઢે ઈશ્વર તેને મદદ કરશે.


વિદેશીઓએ તોફાન મચાવ્યું, અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી, એટલે પૃથ્વી પીગળી ગઈ.


મારા લોકો શાંતિના સ્‍થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.


વળી તારા વખતમાં સ્થિરતા થશે; સુબુદ્ધિ, જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે; યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે.


તે માટે આશૂરના રાજા વિષે યહોવા કહે છે, ‘તે આ નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, ને ઢાલ લઈને તેની આગળ આવશે નહિ, ને તેની સામે મોરચા બાંધશે નહિ.


યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર, ને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો, અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે સર્વ ગૌરવ ઉપર આચ્છાદાન થશે.


તારા તંબુની જગા વિશાળ કર, અને તેઓ તારાં રહેઠાણોના પડદા પ્રસારે; રોક નહિ! તારાં દોરડાં લાંબાં કર, ને તારી મેખો મજબૂત કર.


તમે તે જોશો, અને હરખાશો, તમારાં હાડકાં લીલોતરીની જેમ ખીલશે; અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે, ને પ્રભુના વૈરીઓ પર તે કોપાયમાન થશે.


તેની ચોતરફનું [માપ] અઢાર હજાર [દંડ] થાય; અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવા-શામ્મા, ’ એટલે ‘યહોવા ત્યાં છે’ એવું પડશે.”


યહૂદાની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધી [ની ભૂમિનું] તો તમારે અર્પણ કરવું, તેની પહોળાઈ પચીસ હજાર [દંડ] હોય, ને તે લંબાઈમાં, પૂર્વ બાજૂથી તે પશ્ચિમ બાજુ સુધી, [ઉપલા] ભાગોમાંના એકના જેટલી હોય; પવિત્રસ્થાન તેની મધ્યે આવે.


અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.


પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તારે આવવું.


વર્ષમાં ત્રણ વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં રજૂ થાય; એટલે બેખમીર રોટલીના પર્વમાં, તથા અઠવાડિયાંના પર્વમાં, તથા માંડવાપર્વમાં અને તેઓ ખાલી હાથે યહોવાની હજૂરમાં હાજર ન થાય.


જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહિ, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.


Lean sinn:

Sanasan


Sanasan