Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે, ને તેનું હ્રદય અધર્મ કરવામાં, યહોવા વિષે ભૂલભરેલી વાત બોલવામાં, ભૂખ્યાઓને જીવ અતૃપ્ત રાખવામાં, ને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં અન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કારણ, મૂર્ખ મૂર્ખાઈની વાત કરે છે અને તેનું મન અધર્મ આચરવામાં ચોંટેલું છે. તે દુરાચાર કરે છે અને પ્રભુ વિષે વિપરીત વાતો ફેલાવે છે. તે ભૂખ્યાને ભોજનથી વંચિત રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ કે મૂર્ખ મૂર્ખની જેમ બોલે છે, અને તે મનમાં દુષ્ટ મનસૂબા ઘડે છે. તે અધર્મ આચરે છે, યહોવા વિષે પણ વિપરીત બોલે છે, ભૂખ્યાને ભૂખ્યું રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:6
33 Iomraidhean Croise  

અન્યાય કરનારાની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા અંત:કરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો, અને તેઓના મિષ્ટાન્‍નમાંથી મને ખાવા ન દો.


માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હ્રદય યહોવા વિરુદ્ધ ચિડાય છે.


જ્ઞાન એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે પોતાનું મોઢું ભાગળમાં ઉઘાડતો નથી.


જેથી ગરીબોને ઇનસાફ મળે નહિ, ને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!


અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.


દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.


“તમે કેમ મારા લોકને છૂંદી નાખો છો, અને દરિદ્રીઓને નિચોવીને હેરાન કરો છો?” સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે.


તથાપિ ઈશ્વર જ્ઞાની છે, ને આફત લાવે છે, ને પોતાના શબ્દો મિથ્યા કરતા નથી; અને દુષ્ટોનાં સંતાનોની સામે, ને અન્યાય કરનારાને સહાય [કરનાર] ની સામે તે ઊઠે છે.


એટલે યહોવાની વિરુદ્ધ અપરાધ કરવો, તેમનો નકાર કરવો, તથા પોતાના ઈશ્વર [ની આજ્ઞા] ને અનુસરવાથી પાછા હઠી જવું, જુલમની તથા બંડની વાત બોલવી, હ્રદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેમનો ઉચ્ચાર કરવો [એ અમારાં પાપ છે].


તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે, ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેમના વિચારો ભૂંડા છે; તેમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે.


માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


હબશી પોતાની ચામડી કે ચિત્તો પોતાનાં ટપકાં બદલી શકે શું? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા પણ ભલું કરી શકશો!


સારો સારો ચરી જઈને તમારા ચારાનો બાકીનો ભાગ પોતાના પગથી ખૂંદી જ નાખવો, ને સ્વચ્છ પાણી પીને બાકીનું પોતના પગથી ડહોળી નાખવું એ શું તમને નાનુંસૂનું લાગે છે?


ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જ્ઞાની જનો સમજશે.


અમે ગરીબોને રૂપું આપીને ખરીદીએ, ને એક જોડ પગરખાં આપીને દરિદ્રીઓને ખરીદીએ, ને ઘઉંનું ભૂસું વેચીએ” [એવો વિચાર કરનારા] , તમે આ સાંભળો.


કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.


પ્રાચીન લોકોની કહેવત છે તેમ, દુષ્ટતા દુષ્ટોમાંથી ઉત્પન્‍ન થાય છે; પણ મારો હાથ તમારા પર નહિ જ પડે.


Lean sinn:

Sanasan


Sanasan