Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મારા લોકો શાંતિના સ્‍થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ઈશ્વરના લોક શાંતિદાયક નિવાસોમાં, સલામત આવાસોમાં અને સ્વસ્થ આરામસ્થાનોમાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ત્યારે મારા લોકો શાંતિભર્યા દેશમાં અને સુરક્ષાભર્યા તંબુઓમાં નિશ્ચિંત થઇને રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:18
26 Iomraidhean Croise  

તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે, તેઓ વસવાલાયક નગરે પહોંચે.


માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.


હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


યહોવા તને તારા કલેશથી તથા તારા સંતાપથી, અને જે સખત વૈતરું તારી પાસે કરાવવામાં આવ્યું તેથી વિસામો આપશે.


તે વિદેશીઓમાં ઇનસાફ કરશે, તે ઘણા લોકોનો ચૂકાદો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.


હે યહોવા, તમે અમને શાંતિ આપશે; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.


દઢ મનવાળાને તમે શાંત જ રાખશો; કેમ કે તેનો ભરોસો તમારા પર છે.


તેમણે તેઓને કહ્યું હતું, “આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; આ તાજગી છે;” પણ તેઓએ સાંભળવા ચાહ્યું નહિ.


પ્રભુ યહોવા ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર કહે છે, “પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો; શાંત રહેવાથી તથા ભરોસો રાખવાથી તમને સામર્થ્ય મળશે.” પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.


વળી તારા વખતમાં સ્થિરતા થશે; સુબુદ્ધિ, જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે; યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે.


વળી તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.


હું યાકૂબમાંથી સંતાન, તથા યહૂદિયામાંથી મારા પર્વતોનો વારસ કાઢી લાવીશ; અને મારા પસંદ કરાયેલા તેનો વારસો પામશે, ને મારા સેવકો ત્યાં વસશે.


તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે, ને યરુશાલેમ નિર્ભય રહેશે. અને તે ‘યહોવા અમારું ન્યાયીપણું’ એ નામથી ઓળખાશે.


ત્યાર પછી તેઓ કદી વિદેશીઓની લૂંટ થશે નહિ, તેમ જંગલી હિંસક પ્રાણીઓ પણ તેમને ફાડી ખાશે નહિ; પણ તેઓ નિર્ભય રહેશે, ને કોઈ એમને બીવડાવશે નહિ.


કેમ કે, યહોવા કહે છે કે, ‘હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, ને હું તેનામાં મહિમાવાન થઈશ.’


કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘તે દિવસે તમો સર્વ પોતપોતાના પડોશીઓને દ્રાક્ષાવેલા નીચે તથા અંજીરીઓ નીચે બોલાવશો.’”


એ માટે ઈશ્વરના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે.


ઈશ્વરનો જે‍ પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ, અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે; અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં ને ઈશ્વર તેનામાં રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan