Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે, ને સરદારો ઇનસાફથી અધિકાર ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 જુઓ, એક એવો સમય આવશે જ્યારે નીતિમત્તાથી રાજ ચલાવનાર એક રાજા આવશે. તેના અમલદારો ન્યાયપૂર્વક અમલ ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જુઓ, એવો સમય આવશે જ્યારે રાજા ન્યાયથી રાજ્ય કરશે અને અમલદારો ન્યાયથી તેનો અમલ ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:1
24 Iomraidhean Croise  

ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે,


મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.


વળી રાજાનું સામર્થ્ય ઇનસાફને ચાહે છે; તમે ન્યાયને સ્થાપન કરો છો, તમે યાકૂબમાં ઇનસાફ તથા ન્યાયીપણું કરો છો.


પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇનસાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે.


ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.


કૃપાથી રાજયાશન સ્થાપિત થશે, ને દાઉદના માંડવામાં તે પર એક સત્યનિષ્ઠ [પુરુષ] બિરાજશે; તે ન્યાયાધીશ અદલ ઇનસાફ કરનાર અને પ્રામાણિકપણે વર્તવામાં ચપળ થશે.


અને જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા [થશે] , ને હલ્લો કરનારને દરવાજામાંથી પાછા હઠાડનારના પરાક્રમરૂપ થશે.


યહોવા મોટા મનાયા છે; કેમ કે તે ઉચ્ચસ્થાને રહે છે; તેમણે ઇનસાફથી તથા ધાર્મિકપણાથી સિયોનને ભરપૂર કર્યું છે.


દિવસે તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે એક મંડપ થશે.


યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે ઇઝરાયલના તથા યહૂદિયાના લોકો વિષે જે સારું [વચન] હું બોલ્યો છું તે હું પૂરું કરીશ.


તે સમયે તથા તે વેળાએ હું દાઉદને માટે ન્યાયીપણાનો અંકુર ઉગાડીશ; અને દેશમાં તે ન્યાય તથ નીતિ પ્રવર્તાવશે.


મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે, ને તેમનો અમલ કરશે.


પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


જેથી જેમ પાપે મરણ [રૂપી રાજ્ય] માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.


તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”


પછી મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan