Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ મિસર [ની સહાય] વૃથા છે, તેની સહાય નકામી છે; તે માટે મેં તેનું નામ ‘બેસી રહેનારી રાહાબ’ પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ઇજિપ્તની મદદ નકામી છે. એ માટે તો મેં ઇજિપ્તનું નામ ‘નિષ્ક્રિય રાહાબ’ પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ મિસરની સહાય વ્યર્થ છે; તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:7
20 Iomraidhean Croise  

ઈશ્વર પોતાનો કોપ પાછો ખેંચી નહિ લેશે; અભિમાનીને સહાય કરનારાઓ તેમની આગળ નમી પડે છે.


રાહાબ તથા બાબિલ મને જાણનારાઓમાં છે એવું હું જાહેર કરીશ; પલિસ્તી દેશ, તૂર તથા કૂશને પણ જુઓ; આનો જન્મ ત્યાં થયો.


મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે; તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેર્યા છે.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ.


સંકટસમયે અવિશ્વાસુ માણસ પર રાખેલો ભરોસો એ ભાંગી ગયેલા દાંત, કે ઊતરી ગયેલા પગ જેવો છે.


તમે ન્યાયને દિવસે, ને આઘેથી આવનાર વિનાશકાળે શું કરશો? તમે સહાયને માટે કોણિ પાસે દોડશો? તમારી સમૃદ્ધિ કયાં મૂકી જશો?


તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?


તે દિવસે આ કાંઠાનો રહેવાસી કહેશે કે, જુઓ, આપણું આશાસ્થાન, જ્યાં આશૂરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે હવે કેવી રીતે બચીશું?’”


તેમણે તેઓને કહ્યું હતું, “આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; આ તાજગી છે;” પણ તેઓએ સાંભળવા ચાહ્યું નહિ.


પ્રભુ યહોવા ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર કહે છે, “પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો; શાંત રહેવાથી તથા ભરોસો રાખવાથી તમને સામર્થ્ય મળશે.” પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.


તોપણ જે લોકોથી તેમને મદદ મળવાની નથી, જેઓ સહાયકારક ને ઉપયોગી થવાના નથી, પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેમનાથી તેઓ સર્વ લજ્જિત થશે.”


[જો તારાથી એ ન બની શકે તો] તું રથોને માટે તથા સવારોને માટે મિસર પર ભરોસો રાખીને મારા ધણીના એક નબળામાં નબળા સરદારને કેમ કરીને પાછો ફેરવી શકે?


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.


યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય નીકળ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે.


યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની વાટ જોવી, એ સારું છે.


જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.


Lean sinn:

Sanasan


Sanasan