Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દક્ષિણનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:દુ:ખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વરનો સંદેશ દક્ષિણના રણપ્રદેશનાં પ્રાણીઓ વિષેનો છે: જ્યાં સિંહ, ઝેરી નાગ અને ઊડતા સર્પ હોય છે એવા વિકટ અને સંકટવાળા પ્રદેશમાં થઈને રાજદૂતો જાય છે. જેની મદદ બિલકુલ વ્યર્થ છે એવા નિરુપયોગી દેશ ઇજિપ્ત માટે તેઓ ગધેડાંની પીઠ પર પોતાની સમૃદ્ધિ અને ઊંટની ખૂંધ પર પોતાનો ખજાનો લઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 નેગેબનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, ઝેરી સાપ તથા ઊડતા નાગ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી: એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:6
31 Iomraidhean Croise  

ત્યાર પછી ઇબ્રામ જતાં જતાં નેગેબ તરફ ગયો.


તે અતિ ભારે રસાલા સાથે, ને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલાં ઊંટો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.


ત્યારે આસાએ યહોવાના મંદિરનાં તથા પોતાના મહેલનાં ભંડારોમાંથી સોનુંરૂપું લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને કહાવ્યું,


શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂચવણિયા પ્રશ્નો પૂછીને સુલેમાનની પરીક્ષા કરવા માટે ભારે રસાલા સાથે સુંગધીદ્રવ્યો, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન હીરામાણેક લાદેલાં ઊંટો લઈને યરુશાલેમ આવી; અને સુલેમાનની પાસે આવીને પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ સબંધી તેણે તેની સાથે વાત કરી.


તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે?


અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી.


“હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે તમે હરખાશો નહિ; કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે, તે તેમાંથી ઊડણ સર્પ ઉત્પન્ન થશે.


તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે, ને જે રાખી મૂકેલું છે, તે તેઓ વેલાવાળા નાળાને પાર લઈ જશે.


હું મિસરીઓને નિર્દય ધણિના હાથમાં સોંપી દઈશ; અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે, ” સૈન્યોના પ્રભુ યહોવાનું વચન એવું છે.


ત્યાં સિંહ દેખાશે નહિ, ને કોઈ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચઢશે નહિ, ત્યાં તેઓ જોવામાં આવશે નહિ; પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.


ને દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે; અને જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે, ને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.


તું સુગંધીદાર તેલ લઈને મોલેખની પાસે ચાલી ગઈ, ને તેં પુષ્કળ અત્તર ચોળ્યું, ને તારા સંદેશીયાને તેં દૂર સુધી મોકલ્યા, ને શેઓલ સુધી તું નીચે ગઈ.


અને વળી પૃથ્વી પર નજર કરશે, તો જુઓ, વિપત્તિ તથા અંધકાર અને વેદનાની ગ્લાનિ દેખાશે; અને ઘોર અંધકારમાં તેઓને હાંકી કાઢવામાં આવશે.


જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, લોઢાની ભઠ્ઠીમાંથી, કાઢી લાવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, ‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ;


વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું.


“હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ રાખીને તારી વાણી દક્ષિણ તરફ ઉચ્ચાર, ને દક્ષિણની સરહદ પરના વનની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે:


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


તું ખાશે, પણ તૃપ્ત થશે નહિ; અને તારામાં કંગાલિયત રહેશે. તું ઉઠાવી લેશે, પણ તે તારાથી સહીસલામત લઈ જવાશે નહિ. જે તું લઈ જશે તે હું તરવારને સ્વાધીન કરીશ.


કાળા ઘોડાઓવાળો [રથ] ઉત્તર પ્રદેશ તરફ ચાલ્યો જાય છે, અને ધોળા તેમની પાછળ ચાલ્યા ગયા; અને કાબરા દક્ષિણ પ્રદેશ તરફ ચાલ્યા ગયા.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું એક આગિયો સર્પ બનાવ, ને એક ઝંડા પર તે મૂક; અને એમ થશે કે જે કોઈ દંશાયેલું હોય, તે તેને જોઈને જીવતું રહેશે.”


દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.


ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે; કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે, તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.


પણ યહોવા તને લોઢાની ભઠ્ઠીમાંથી એટલે મિસરમાંથી કાઢી લાવ્યા છે, એ માટે કે જેમ આજે છો તેમ તેમના વારસાના લોક થાઓ.


જેમણે તને આગિયા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેમણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેવડાવ્યું,


Lean sinn:

Sanasan


Sanasan