Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 યહોવા જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો હરેક ફટકો ડફ તથા વીણા [ના સૂર] સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 આશ્શૂરીઓ સામેની લડાઈમાં પ્રભુ પોતાને હાથે તેમને સજાની સોટી ફટકારશે અને આશ્શૂરીઓ પર થતા પ્રભુના પ્રત્યેક પ્રહાર સાથે ખંજરી અને વીણાના નાદ ગાજી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 જ્યારે યહોવા તેઓને શિક્ષા કરશે ત્યારે યહોવાના લોકો વાજીંત્રોના નાદ સાથે ગાયનોથી આનંદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:32
20 Iomraidhean Croise  

છાનોમનો નાસી જઈને તું કેમ મારી પાસેથી ગુપચુપ જતો રહ્યો; અને મને જણાવ્યુમ નહિ કે, હું આનંદથી તથા ગીતોથી તથા ઢોલથી તથા વીણાથી તને વળાવત!


તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે.” યહૂદિયાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.


હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો. હા, તેમણે મને ગરદનેથી પકડીને અફાળી ચૂરો કર્યો છે. તેમણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે.


માટે સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, આશૂરથી બીતા નહિ; તે તો છડીથી તને મારશે, ને પોતાની સોટી તારા પર મિસરની રીત મુજબ ઉગામશે.


ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો, તે રીતે સૈન્યોના [ઈશ્વર] યહોવા તેના પર આફતો લાવશે. તેની સોટી જેમ સમુદ્રમાં મિસર પર [ઉગામવામાં આવી હતી] તેમ તેઓ પર ઉગામવામાં આવશે.


યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.


તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના [ઈશ્વર] યહોવા ત પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.


યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે.


જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજજડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.


ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી, વીણાનો હર્ષ બંધ પડે છે.


પર્વની રાત્રે જેમ ગાનતાન થાય છે તેમ તમે ગાયન કરશો; અને યહોવાના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.


કેમ કે યહોવાએ મને કહ્યું છે, “જ્યારે સિંહ તથા સિંહનો બચ્ચો પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામા ભરવાડોનો મોટો જથો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી, અને તેમના હોકારાથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોના યહોવા સિયોન પર્વત પર, તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.


હે ઇઝરાયલની કુમારી, હું ફરી તને બાંધીશ, ને તું બંધાઈશ; તું ફરી તારા ડફોથી પોતાને શણગારીશ, ને હર્ષ કરનારા ગાયકગણની સાથે બહાર જઈશ.


તું ઈશ્વરની એદન વાડીમાં હતો. તું સુવર્ણજડિત સર્વ‍ પ્રકારના મૂલ્યવાન રત્નો, એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યાં.


હા, હું એવું કરીશ કે ઘણી પ્રજાઓ તને જોઈને વિસ્મય પામશે, ને હું મારી તરવાર તેમની આગળ આમતેમ ફેરવીશ ત્યારે તેમના રાજાઓ તારે માટે બહુ ભયભીત થશે, અને તારી પાયમાલીને દિવસે તેઓ સર્વ પોતપોતાના જીવને માટે પળે પળે કાંપશે.


તેમની વાણીએ તે વખતે પૃથ્વીને કંપાવી; પણ “હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ કંપાવું છું” એવી તેમણે પ્રતિજ્ઞા કરી છે.


ત્યાર પછી ઈશ્વરનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે, ત્યાં તું આવશે; અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસણી ને વીણા વગાડનારા સહિત, પ્રબોધકોની એક મંડળી, ઉચ્ચસ્થાનેથી ઊતરતી તેની સામી મળશે, અને તેઓ પ્રબોધ કરતા માલૂમ પડશે.


અને દાઉદ પલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા, ત્યારે એમ બન્યું કે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્‍ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા નીકળી આવી.


Lean sinn:

Sanasan


Sanasan