Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 વળી તમે તમારી રૂપાની મૂર્તિઓ પર મઢેલા પડને, તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે; તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:22
24 Iomraidhean Croise  

એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શામાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા.


તેથી યાકૂબના અપરાધનું પ્રાયશ્ચિત કરવામાં આવશે, ને તેનાં પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે; જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરેચૂરા થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અશેરા મૂર્તિઓ તથા સૂર્યમૂર્તિઓ ઊભી રહેશે નહિ.


કેમ કે તે દિવસે તેઓ દરેક પોતાની સોનારૂપાની મૂર્તિ કે, જે તમારા પોતાના હાથોએ પોતાને માટે પાપરૂપ કરી છે, તેઓને ફેંકી દેશે.


મૂર્તિને તો કારીગર ઢાળે છે, ને સોની તેને સોનાથી મઢે છે, ને [તેને માટે] રૂપાની સાંકળીઓ ઘડે છે.


જેઓ થેલીમાંથી સોનું ઠાલવે છે, ને કાંટાએ રૂપું જોખે છે, તેઓ સોનીને રાખે છે, ને તે એનો દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે, અને પ્રણામ કરે છે.


સિયોન પોતાના હાથ લાંબા કરે છે, પણ તેને દિલાસો આપનાર કોઈ નથી. યહોવાએ યાકૂબ વિષે એવી આજ્ઞા આપી છે, “તેની આસપાસ રહેનારા [સર્વ] તેના શત્રુઓ થાય, ” તેઓમાં યરુશાલેમ તિરસ્કારપાત્ર વસ્તુ જેવી થઈ છે.


એથી ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો. અને તમારાં મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી અવળા ફેરવો.


જેણે પર્વતો પર ભોજન કર્યું નહિ હોય, તેમ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ નજર કરી નહિ હોય, તેમ પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, ને રજસ્વલા સ્ત્રીની અડાસે ગયો નહિ હોય;


ત્યારે તમને તમારાં દુરાચરણ તથા તમારાં અશુભ કૃત્યો યાદ આવશે; અને તમારાં દુષ્કર્મોને લીધે તથા તમારાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે તમારા પોતાના મનમાં પોતાને ધિક્કારશો.


તેઓ પોતાનું રૂપુ રસ્તાઓમાં ફેંકી દેશે ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે. યહોવાના કોપને દિવસે તેઓનું [સોનુંરૂપું] તેમને દુરાચરણ [કરાવનાર] ઠોકરરૂપ થયું છે.


તેઓનાં સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણ થયાં છે; અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે [સોનુંરૂપું] તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે.


એફ્રાઈમ [કહેશે] , ‘હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગેવળગે?’ હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે; હું લીલા દેવદાર જેવો છું. મારી પાસેથી તને ફળ મળે છે.”


અને તે રોગવાળા વસ્‍ત્રને તે બાળી નાખે, પછી તે [ચેપ] તાણાને કે વાણાને, શણના [લૂંગડા] ને કે ઊનનાને, કે ચામડાની કોઈપણ વસ્તુને લાગેલો હોય તોપણ; કેમ કે તે કોહવાડતો કોઢ છે; તેને આગમાં બાળી નાખવું.


તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ.


ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”


તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી, તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan