Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે, “આ માર્ગ છે, તે પર તમે ચાલો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:21
18 Iomraidhean Croise  

તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે બધી વાતે પોતાના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો, તે ડાબે કે જમણે હાથે ફર્યો નહિ.


કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.


જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.


વળી આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજુ થશે, ને જેઓ કચકચ કરનાર હતા તેઓ જ્ઞાન પામશે.”


જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] એવું કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.


યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહિ.


પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.


માટે મૂસાના નિયમશાસ્‍ત્રના પુસ્તકમં જે જે લખેલું છે, તે સર્વ પાળવાને તથા અમલમાં લાવવાને ઘણા હિમ્મતવાન થાઓ કે, તમે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ;


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


Lean sinn:

Sanasan


Sanasan