Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ; તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે; તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હે યરુશાલેમમાં વસતા સિયોનના લોકો, તમારે ફરીથી રડવું પડશે નહિ. તમે મદદને માટે ઈશ્વરને પોકાર કરશો એટલે તે તમારા પર દયા દાખવશે. તમારું સાંભળીને તે તમને તરત જ જવાબ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, હવે ફરી તમારે રડવું નહિ પડે. તમારો પોકાર કાને પડતાં યહોવા જરૂર તમારા પર કૃપા કરશે. સાંભળતા જ જવાબ આપશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:19
42 Iomraidhean Croise  

સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”


માટે સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, આશૂરથી બીતા નહિ; તે તો છડીથી તને મારશે, ને પોતાની સોટી તારા પર મિસરની રીત મુજબ ઉગામશે.


પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


હે યહોવા, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરી છે; દર સવાર તમે તેમનો ભુજ, અને દુ:ખના સમયે અમારા પણ તારક થાઓ.


યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.


દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી, તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે; હું યહોવા તેમને ઉત્તર આપીશ, હું ઇઝરાયલનો ઈશ્વર તેમને તજીશ નહિ.


હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ [મૂકીશ] , ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


તું હાંક મારશે, ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. જો તું જુલમની ઝૂંસરીને તથા ચેષ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે,


ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહિ, તેમ તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે, ને તારા શોકના દિવસો પૂરા થશે.


પણ હું જે ઉત્પન્ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ; કેમ કે હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું.


વળી હું યરુશાલેમથી આનંદ પામીશ, ને મારા લોકથી હરખાઈશ; તેમાં ફરીથી રુદન કે વિલાપનો સાદ સાંભળવામાં આવશે નહિ.


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


હું યાકૂબમાંથી સંતાન, તથા યહૂદિયામાંથી મારા પર્વતોનો વારસ કાઢી લાવીશ; અને મારા પસંદ કરાયેલા તેનો વારસો પામશે, ને મારા સેવકો ત્યાં વસશે.


કેમ કે યહોવા કહે છે કે, તારો ઘા રુઝાય એવો નથી, તારો જખમ કારી છે.


તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.


યહોવા કહે છે કે, તું વિલાપ કરીને રુદન કરવાનું ને તારી આંખોમાંથી આંસુ પાડવાનું બંધ કર; કેમ કે તારો શ્રમ સફળ થશે, એવું યહોવા કહે છે; તેઓ શત્રુના દેશમાંથી પાછા આવશે.


કેમ કે એવો સમય આવશે કે જે વખતે એફ્રાઈમ પર્વત પરના ચોકીદારો પોકારશે, ‘ઊઠો, આપણે આપણા ઈશ્વર યહોવાની પાસે સિયોન પર ચઢી જઈએ.’”


તેઓ રડતાંકકળતાં ને વિનંતીઓ કરતાં આવશે, ને હું તેઓને દોરીશ; અને ઠોકર નહિ વાગે એવા સીધા માર્ગમાં હું તેઓને પાણીનાં નાળાંઓ પાસે ચલાવીશ; કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, ને એફ્રાઈમ મારો જ્યેષ્ઠ પુત્ર છે.


“મને હાંક માર, એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


યહોવાએ આપણું ન્યાયીપણું ખુલ્લું કર્યું છે; આવો, સિયોનમાં આપણા ઈશ્વર યહોવાનું કામ પ્રગટ કરીએ.


કેમ કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલ પ્રજાના સર્વ માણસો દેશમાં મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયલના ઊંચા પર્વત પર, મારી સેવા કરશે. ત્યાં હું તેમને સ્વીકારીશ, ને ત્યાં હું તમારા દાનો તથા તમારાં અર્પણોનાં પ્રથમફળ તમારી સર્વ અર્પિત વસ્તુઓ સહિત માગીશ.


પ્રભુ યહોવા કહે છે કે, વળી ઇઝરાયલ લોકોની આ વિનંતી પણ હું સાંભળીને તેમને માટે તે પ્રમાણે કરીશ. હું તેમના ઘેટાંના ટોળાની જેમ મનુષ્યોની વૃદ્ધિ કરીશ.


હવે તું શા માટે મોટેથી બૂમ પાડે છે? શું તારામાં રાજા નથી, શું તારો મંત્રી નાશ પામ્યો છે કે, તારા પર પ્રસૂતિથી પીડાતી સ્‍ત્રીના જેવી વેદના આવી પડી છે?


ઓ હમણાંના ભૂખ્યાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે તૃપ્ત થશો, ઓ હમણાંના રડનારાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે હસશો.


અને પછી તો તમામ ઇઝરાયલ તારણ પામશે. લખેલું છે, “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે.


હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે,


હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ.


કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan