Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 3:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેના દરવાજાઓમાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી એના દરવાજા પણ આક્રંદ કરશે અને મરશિયા ગાશે; અને એ નગરીની દશા સર્વસ્વ ગુમાવીને ભોંય પર બેઠેલી સ્ત્રીના જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 3:26
19 Iomraidhean Croise  

તેઓ સાત દિવસ તથા સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા; તેઓએ જોયું કે તે ઘણો દુ:ખી છે, તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ.


તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજવાળવા માટે રાખમાં બેઠો.


હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.


પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે મારી આવળ વેદી જેવું જ થશે.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


દેશ વિલાપ કરે છે, ને નિર્ગત થાય છે; લબાનોન લજિજત થઈને ચીમળાઈ જાય છે! શારોન ઉજજડ રાજ જેવો થયો છે; બાશાન તથા કાર્મેલ [પોતાનાં પાતરાં] ખેરવી નાખે છે.


“હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ! હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વગર ભોંય પર બેસ! કેમ કે હવે પછી તું સુકુમાર તથા કોમળ કહેવાશે નહિ.


ત્યારે મેં પૂછયું “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “નગરો વસતિ વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજજડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય,


“યહૂદિયા શોક કરે છે, તેના દરવાજાઓને ગ્લાનિ થયેલી છે, શોકનો પોશાક પહેરીને તેઓ જમીન પર બેઠેલા છે, અને યરુશાલેમનો પોકાર ઊંચે ચઢયો છે.


મારી આગળ તેઓની વિધવાઓ સમુદ્રની રેતી કરતાં અધિક થઈ છે! ધોળે દિવસે લૂંટે એવા લૂંટારાને હું તેમના પર, હા, જુવાનોની મા પર, લાવ્યો છું. હું તેના પર ઓચિંતી વેદના તથા ભય લાવ્યો છું.


જે નગરી વસતિથી ભરચક હતી, તે કેમ એકલવાઈ બેઠી છે! તે કેમ વિધવા સરખી થઈ છે! પ્રજાઓમાં જે મહાન તથા નગરીઓમાં રાણી હતી, તે કેમ ખંડણી આપનારી થઈ છે!


સિયોનના માર્ગો શોક કરે છે, કેમ કે નીમેલા પર્વમાં કોઈ આવતું નથી! તેના સર્વ દરવાજા ઉજ્‍જડ થયા છે, તેના યાજકો નિસાસા મૂકે છે. તેની કુમારિકાઓ ખિન્‍ન છે, ને તે [નગરી] જાતે અતિ દુ:ખી છે.


સિયોનની દિકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં છે.


યહોવાએ સિયોનની દીકરીનો કોટ નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો છે. તેમણે દોરી તાણી છે, તેમણે નાશ કરવાથી પોતાનો હાથ પાછો ખેંચ્યો નથી. તેમણે બુરજ તથા કોટને ખેદિત કર્યા છે; તેઓ એકત્ર ખિન્‍ન થાય છે.


વસતિવાળાં નગરોને વેરાન કરવામાં આવશે, ને દેશ ઉજજડ થશે; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


એ વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે.


કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”


‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ’


તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan