Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 “તમે કેમ મારા લોકને છૂંદી નાખો છો, અને દરિદ્રીઓને નિચોવીને હેરાન કરો છો?” સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મારા લોકને કચડવાનો અને ગરીબોનું શોષણ કરવાનો તમને શો અધિકાર છે?” પ્રભુ, સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?” સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મારા લોકોને કચડી નાખવાનો અને ગરીબોના ચહેરાને ધૂળમાં રગદોડવાનો તમને શો અધિકાર છે?” આ યહોવા મારા માલિક સૈન્યોના દેવનાં વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 3:15
17 Iomraidhean Croise  

હે યહોવા, તેઓ તમારા લોકોને કચરી નાખે છે, તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે.


અને ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ ઉપર ઠરાવેલા ઉપરીઓને માર મારતાં તેમને કહ્યું, “ઈંટો પાડવાની તમારી વેઠ તમે આજકાલ અગાઉની માફક કેમ પૂરી કરી નથી?”


એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા, અને જેની દાઢો ચપ્પુ જેવી છે! તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી, અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે.


જેથી ગરીબોને ઇનસાફ મળે નહિ, ને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!


ગરીબમાં ગરીબ માણસ અન્ન ખાશે, અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ, ને તારો શેષ કતલ કરવામાં આવશે.


પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી, અને કંગાલોના પગથી [તે ખૂંદાશે].


વળી યહોવામાં દીનોનો આનંદ વધતો જશે, ને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં હરખાશે.


તે માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર એવું કહે છે, “તમે આ વાતને તુચ્છકારો છો, ને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો રાખો છો, ને તેઓ પર આધાર રાખો છો;


કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે, ને તેનું હ્રદય અધર્મ કરવામાં, યહોવા વિષે ભૂલભરેલી વાત બોલવામાં, ભૂખ્યાઓને જીવ અતૃપ્ત રાખવામાં, ને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં અન્યાય કરશે.


કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના [ઈશ્વર] યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદિયાના લોકો તેના મનોરંજક રોપ જેવા છે. યહોવા ઇનસાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની [આશા રાખતા હતા] , પણ ત્યાં જુઓ, વિલાપ છે.


જુઓ તમે ઝઘડા તથા કંકાસને માટે, ને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો; તમારાઈ વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી.


કેમ કે પ્રભુએ કહ્યું, “ખચીત એ મારા લોકો, કપટ ન કરે એવાં છોકરાં છે.” અને તે તેઓના તારક થયા.


“તમે શા કારણથી ઇઝરાયલ દેશ વિષે આ કહેવત વાપરો છો કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષો ખાધી છે ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે?’


મારે વહાણના કપ્તાને તેની પાસે આવીને તેને કહ્યું, “હે ઊંઘણશી, તું શું ઊંઘ્યા કરે છે? ઊઠ, તારા દેવને વિનંતી કર, એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિષે વિચાર કરે, ને આપણો નાશ ન થાય.”


Lean sinn:

Sanasan


Sanasan