Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી તારા પરદેશીઓનો સમુદાય ઝીણી ધૂળના જેવો, ને તને પીડનારાનો સમુદાય [વામાં] ઊડી જતાં ફોતરાંના જેવો થશે; હા, તે અકસ્માત પળવારમાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે યરુશાલેમ, તારા પર આક્રમણ કરનારા પરદેશીઓનાં ધાડાં બારીક ધૂળની જેમ અને ઘાતકી લશ્કરો ફોતરાંની જેમ ઊડી જશે. ત્યારે એકાએક ક્ષણભરમાં

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી તારા પર ચઢાઈ કરનારાઓ ઝીણી ધૂળના જેવા અને દુષ્ટોનું સમુદાય પવનમાં ઊડી જતાં ફોતરાંના જેવો થશે. હા, તે અચાનક અને પળવારમાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પણ ત્યાં તો તારા ઘાતકી શત્રુઓનું સૈન્ય ધૂળની જેમ અને ફોતરાંની જેમ ઊડી જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:5
24 Iomraidhean Croise  

તેઓ [કેટલી વાર] પવનથી ઘસડાતા ખૂંપરા જેવા, અને તોફાનથી ઊડતાં ફોતરાં જેવા હોય છે?


દુષ્ટો એવા નથી; પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે


તેઓ પવનથી ઊડતાં ફોતરાંના જેવા થાઓ, અને યહોવાનો દૂત (તેઓને) હાંકી કાઢો.


હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.


તેથી સમર્થ લોકો તમારો મહિમા ગાશે, ભયંકર પ્રજાઓનું શહેર તારાથી બીશે.


જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.


સૂકી જગામાંના તેડકાની જેમ તમે પરદેશીઓનો ગર્વ નરમ પાડશો. જેમ વાદળાની છાયાથી તડકો [ઓછો લાગે છે] તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે.


કેમ કે જુલમીનો અંત આવ્યો છે, ને નિંદકને પૂરો કરવામાં આવ્યો છે; ને અન્યાય કરવા માટે જેઓ તાકી રહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવ્યા છે;


માટે આ અપરાધ ઊંચી ભીંતમાં પહોળી પડેલી ફાટ જેવો છે, જેથી તે પળવારમાં અકસ્માત તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.


હવે મિસરીઓ તો માણસ છે, તેઓ ઈશ્વર નથી; તેમના ઘોડા માંસ છે, તેઓ આત્મા નથી; જ્યારે યહોવા પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે, ને સહાય લેનાર પડી જશે, તેઓનો એકત્ર નાશ થઈ જશે.


ત્યારે જે તરવાર માણસની નથી તેથી આશૂર પડશે; અને જે તરવાર માણસની નથી તે તેનો સંહાર કરશે; અને તેની આગળથી તે નાસશે, ને તેના જુવાનો વેઠિયા થશે.


યહોવાના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા; પરોઢિયે લોકો ઊઠયા, ત્યારે તે સર્વ મરણ પામ્યા હતા, ને તેઓની લાશો ત્યાં પડી હતી.


પ્રજાઓ ડોલમાંથી ટપકતા ટીપા જેવી, ને ત્રાજવાની રજ સમાન ગણાયેલી છે! દ્વીપો ઊડી જતી રજકણ જેવા છે!


જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજવાશે અને બદનામ થશે; તારી સાથે લડનારાં નહિ સરખાં થશે ને વિનાશ પામશે.


જુઓ, મેં તને તીક્ષ્ણ, નવા દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ, ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.


તું તેઓને ઊપણશે, વાયુ તેઓને ઉડાવશે, ને વંટોળિયો તેઓને વિખેરી નાખશે; તું યહોવામાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં વડાઈ કરીશ.


માટે તારા પર આફત આવશે; તેને દૂર કરવાનો મંત્ર તું જાણીશ નહિ; અને તું તેને નિવારણ કરી શકીશ નહિ, એવી વિપત્તિ તારા પર આવી પડશે; અને જેની તને ખબર નથી એવો વિનાશ તારા પર અકસ્માત આવશે.


આગલી બિનાઓને મેં અગાઉથી પ્રગટ કરી; હા મારા મુખમાંથી તે નીકળી, મેં તે [તને] કહી સંભળાવી; મેં તેમને એકદમ પૂરી કરી, ને તે બની આવી.


તે બળવાનોનો એવી અચાનક રીતે સંહાર કરે છે કે, તેઓના કિલ્લાનો નાશ થાય છે.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


Lean sinn:

Sanasan


Sanasan