Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તું નીચું પડીને ભૂમિમાંથી બોલશે, ને ધૂળમાંથી તારી વાત ધીમે અવાજે સંભળાવશે; અને તારો અવાજ ભૂમિમાંથી સાધેલા આત્માના અવાજ જેવો થશે, ને તારો બોલ ઝીણે સ્વરે ધૂળમાંથી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તને નીચું પાડી નાખવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે. તું ધૂળમાંથી ગણગણશે. ધરતીમાંથી ભૂતના સાદ જેવો તારો સાદ સંભળાશે અને ધૂળમાંથી તારો ધીરો અવાજ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તું ભોંયભેગી થઇ જશે અને ભૂમિ પર પડી પડી તું બોલશે. તું ધૂળમાં રગદોળાશે; ત્યાં જમીનમાંથી તારો અવાજ આવશે. તને દફનાવી દીધી છે તે ભૂમિમાંથી પ્રેતના જેવો તારો ધીમો અવાજ આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:4
8 Iomraidhean Croise  

કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અમે પેટ ઘસડતા થઈએ છીએ.


કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદિયાની પડતી થઈ છે; કારણ કે વાણીથી અને કરણીથી તેઓ યહોવાની વિરુદ્ધ તેમની પવિત્ર દષ્ટિમાં ખોટું લાગે એમ વર્તે છે.


પણ જંગલના પતન સમયે કરા પડશે; અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.


હું તેને તારા પર જુલમ કરનારાઓના હાથમાં મૂકીશ કે, જેઓએ તારા જવને કહ્યું હતું કે, ‘ઊંધો પડ કે, જેથી અમે તારા ઉપર થઈને જઈએ’; અને તેં તારી પીઠ ભૂમિની જેમ, અને વટેમાર્ગુઓને માટે રસ્તાની જેમ રાખી હતી.”


હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.


જ્યારે તેઓ તમને કહે, ‘ભુવાઓ પાસે, ને ઝીણે અવાજે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો.’ [ત્યારે તારે કહેવું,] ‘લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?’


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


Lean sinn:

Sanasan


Sanasan