Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 વળી આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજુ થશે, ને જેઓ કચકચ કરનાર હતા તેઓ જ્ઞાન પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 હઠીલા મનના લોકો સમજશે અને કચકચ કરનારા શિખામણનો સ્વીકાર કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજ પામશે અને ફરિયાદીઓ ડહાપણ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 જેઓ આત્મામાં ભૂલા પડ્યા છે તેઓ જ્ઞાન પામશે અને જેઓ બડબડાટ કરે છે તેઓ પણ શિખામણ માથે ચડાવશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:24
19 Iomraidhean Croise  

પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસ ને લીધે ગોથાં ખાધાંલ છે, ને દારૂને લીધે તેઓ ભૂલા પડયા છે; યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે ગોથાં ખાધાં છે, તેઓ દ્રાક્ષારસમાં ગરક થયા છે, તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડયા છે. દર્શન વિશે તેઓ ગોથાં ખાય છે, ઇનસાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે.


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


ઉતાવળિયાઓનાં મન જ્ઞાન સમજશે, ને બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે.


જેથી તેઓ આ બધું જુએ, ને જાણે, ને ધ્યાન આપે, ને સમજે કે, યહોવાના હાથે એ કર્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વરે] એને ઉત્તન્ન કર્યું છે.”


તારાં સર્વ સંતાન યહોવાનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.


તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.


વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


માટે હું તને કહું છું કે, એનાં પાપ ઘણાં છે તે તેને માફ થયાં છે. કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો; પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.”


હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, “ભાઈઓ, અમે શું કરીએ?”


ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો, અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.


વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે.


Lean sinn:

Sanasan


Sanasan