Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે યહોવાએ ભર ઊંઘનો આત્મા તમારી પર રેડયો છે, ને તમારી આંખો (એટલે પ્રબોધકો) બંધ કરી છે, ને તમારાં શિર (એટલે દષ્ટાઓ) ઢાંકયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુએ તમને ઘેનમાં નાખ્યા છે અને તમે ભરઊંઘમાં પડવાની તૈયારીમાં છો. સંદેશવાહકો તમારી આંખો છે, પણ પ્રભુએ તેમને મહોર મારી બંધ કરી દીધી છે. દષ્ટાઓ તમારાં મગજ છે, પણ પ્રભુએ તેમને ઢાંકી દીધાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે. તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 કારણ કે યહોવાએ તમારા પર પુષ્કળ નિદ્રાનો આત્મા રેડી દીધો છે. તેમણે તમારા પ્રબોધકોની આંખો બંધ કરી છે. અને દ્રષ્ટાઓનાં મગજ ઢાંકી દીધાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:10
21 Iomraidhean Croise  

તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે, તેઓ આંધળા થઈ જાય; અને તેઓની કમરો નિત્ય કાંપે એવું કરો.


તે માટે હું આ લોકમાં અદભુત કામ, હા આદભુત તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું; તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે, અને તેમના બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે.”


તેઓ દષ્ટાઓને કહે છે, ‘તમે દર્શન કરશો નહિ’ અને પ્રબોધકાને [કહે છે] , ‘તમે અમને સત્ય વાતો કહેશો નહિ, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો;


તારા આદિપિતાએ પાપ કર્યું છે, ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે.


તેઓ જાણતા નથી, ને સમજતા પણ નથી; કારણ કે પ્રભુએ તેઓની આંખોને એવો લેપ કર્યો છે કે, તેઓ જોતા નથી; અને તેઓનાં હ્રદયોને એવો લેપ કર્યો છે કે, તેઓ સમજતા નથી.


યહોવા કહે છે કે, તે દિવસે રાજાનું તથા સરદારોનું કાળજું ફાટી જશે; અને યાજકો વિસ્મિત થશે, ને પ્રબોધકો અચંબો પામશે.”


તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્‍લે ભમતા ફરે છે, તેઓ રક્તથી ખરડાયા છે, તેથી તેઓનાં વસ્‍ત્રને કોઈ અડકી શકતું નથી.


વળી જો પ્રબોધક ભોળવાઈને વચન બોલે, તો મેં યહોવાએ તે પ્રબોધકને ભોળવ્યો છે, ને હું મારો હાથ તેના પર લંબાવીને મારા ઇઝરાયલ લોકોમાંથી તેનો નાશ કરીશ.


“તમારે પ્રબોધ કરવો નહિ, તેઓ [હમેશા] પ્રબોધ કરે છે, ” [એમ તેઓ કહે છે.] “તેઓ તેમની આગળ પ્રબોધ કરશે નહિ. લાંછન દૂર થવાનું નથી.


મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇઝરાયલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો:અદલ ઇનસાફ કરવો એ શું તમારી ફરજ નથી?


“તેને લીધે તમારે માટે એવી રાત પડશે કે જેમાં તમેને સંદર્શન થશે નહિ; અને તમારે માટે એવો અંધકાર થશે કે તમે જોષ જોઈ શકશો નહિ. અને પ્રબોધકોનો સૂર્ય અસ્ત પામશે, ને દિવસ તેમને માટે અંધકારમય થ ઈ પડશે.”


લખેલું છે, “ઈશ્વરે તેઓને આજ દિન સુધી મૂઢમતિ આત્મા, ન જુએ એવી આંખો તથા ન સાંભળે એવા કાન આપ્યા છે.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


એમ દાઉદે ભાલો તથા પાણીનો ચંબુ શાઉલના માથા આગળથી લઈ લીધા. અને તેઓ સઘળા ઊંઘતા હતા, કેમ કે યહોવાએ તેમના પર ગાઢ નિદ્રા મોકલી હતી.


(પૂર્વે ઇઝરાયલમાં કોઈ ઈશ્વરની સલાહ લેવાને જતો, ત્યારે તે કહેતો, કે ‘ચાલો આપણે દષ્ટા પાસે જઈએ;’ કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દષ્ટા કહેવાતો હતો.)


Lean sinn:

Sanasan


Sanasan