Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 કેમ કે સુવા અણીદાર હથિયારથી મસળતા નથી, ને જીરા પર ગાડાનું પૈડું ફરતું નથી; સુવા કાઠીથી, ને જીરું ઝૂડિયાથી ઝુડાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 સુવા કંઈ હથોડાથી ઝુડાતું નથી અથવા જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સુવા દાંડીથી અને જીરું લાકડીથી ઝુડાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 વળી, સૂવા અણીદાર સાધનથી મસળાતા નથી કે જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી; પણ સૂવા લાકડીથી અને જીરું સોટીથી સાફ કરાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 કારણ કે સૂવા ધારદાર શસ્રથી મસળાતા નથી કે જીરાના દાણા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સૂવા લાકડીથી ઝુડાય છે અને જીરું ઝૂડિયાથી ઝૂડાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:27
10 Iomraidhean Croise  

તેણે પચાસ સવારો, દશ રથો તથા દશ હજાર પાયદળ સિવાય યહોઆહાઝ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખળીની ધૂળ જેવા કરી નાખ્યા હતા.


જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે, અને તેઓ ઉપર ચક્‍કર ફેરવે છે.


કેમ કે તેનો ઈશ્વર તેને [કામ કરવાની] યોગ્ય રીત શીખવીને તેને જ્ઞાન આપે છે.


રોટલીનું ધાન્ય પિલાય છે શું? ના, તે સદા તેને મસળ્યા કરશે નહિ, ને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ; પણ તેને [પવનમાં] ઊપણશે.


જુઓ, મેં તને તીક્ષ્ણ, નવા દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ, ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.


હે યહોવા, માત્ર ન્યાયની રૂએ મને શિક્ષા કરો; ક્રોધથી નહિ, રખેને તમે મને નાબૂદ કરો.


યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”


યહોવા કહે છે: “દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ ગિલ્યાદને લોઢાના ઝૂડિયાથી ઝૂડ્યો છે.


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્‍ત્રની મોટી વાતો, એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે! તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં.


Lean sinn:

Sanasan


Sanasan