Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે માટે ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દઢ પાયાની મૂલ્યવાન કોણશિલા છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, “જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેથી યહોવા મારા દેવ કહે છે કે, “જુઓ, હું સિયોનમાં પાયાનો પથ્થર મૂકું છું, જે નક્કર અને મજબૂત છે. જે માણસ વિશ્વાસ રાખે છે તે ગભરાતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:16
25 Iomraidhean Croise  

શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).


તેઓ સવારમાં વહેલા ઊઠીને અકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમ્યાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, “હે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓ, મારું સાંભળો. તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો, ને તમે સ્થિર થશો; તેમના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો.”


ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.


નગરનો પાયો પવિત્ર પર્વતો પર છે.


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે, ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે; કેમ કે યહોવા ન્યાયીના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.


હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની [નગરી] , જો, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ, ને તારા પાયા નીલમના કરીશ.


આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ [માણસના] હાથ [અડક્યા] વગર કાપી કાઢવામાં આવી, ને તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરેચૂરા કર્યા, તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ [આપનું] સ્વપ્ન છે, ને આ તેનો સાચો ખુલાસો છે.”


તેમાંથી ખૂણાનો પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક અધિકારી, તમામ નીકળી આવશે.


કેમ કે, જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે, તે જુઓ. એક શિલાને સાત આંખ છે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ.’


ઈસુ તેઓને કહે છે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો: એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્વર્યકારક છે, એ શું તમે શાસ્‍ત્રમાં કદી નથી વાંચ્યું?


શું તમે આ લેખ નથી વાંચ્યો કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાના મથાળાનો [પથ્થર] થયો


કેમ કે ધર્મશાસ્‍ત્ર કહે છે, “એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”


લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”


કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.


પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.


પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.


Lean sinn:

Sanasan


Sanasan