Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 27:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પ્રભુએ ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે, તે પ્રમાણે શું તેનો સંહાર કર્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુએ ઇઝરાયલને તેના દુશ્મનોના જેવો માર માર્યો નથી અને તેમના દુશ્મનો જેવો તેમનો સંહાર કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહે યાકૂબ તથા ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે તે પ્રમાણે શું યાકૂબ તથા ઇઝરાયલનો સંહાર કર્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઇસ્રાએલના શત્રુઓને યહોવાએ જેવો માર માર્યો છે. તેવો એને નથી માર્યો, શત્રુઓની જેવી હત્યા કરી છે તેવી એની નથી કરી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 27:7
17 Iomraidhean Croise  

વળી યહોવા કહે છે, “સિયોન પર્વત પર ને યરુશાલેમ પર હું મારું સર્વ કામ પૂરું કરીશ, તે પછી હું આશૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દષ્ટિના ગર્વને જોઈ લઈશ.


ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, ને એનો પવિત્ર [ઈશ્વર] તે જવાળારૂપ થશે. તે એક દિવસે તેના કાંટા તથા તેનાં ઝાંખરાંને બાળીને ભસ્મ કરશે.


સંધ્યાસમયે, જુઓ ભય; અને સવાર તથાં પહેલાં તેઓ નષ્ટ થશે. અમારા લૂંટનારાની, ને અમારી સંપત્તિનું હરણ કરનારાની દશા આ છે.


એફ્રાઈમમાંથી કિલ્લો ને દમસ્કસમાંથી રાજ્ય જતાં રહેશે; અને અરામના શેષ [ની ગતિ] ઇઝરાયલીઓના ગૌરવ જેવી થશે, સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.


કેમ કે યહોવાની વાણીથી આશૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.


ત્યારે જે તરવાર માણસની નથી તેથી આશૂર પડશે; અને જે તરવાર માણસની નથી તે તેનો સંહાર કરશે; અને તેની આગળથી તે નાસશે, ને તેના જુવાનો વેઠિયા થશે.


તેનો ખડક ભયને લીધે જતો રહેશે, ને તેના સરદારો ધ્વજાથી બીશે.” યહોવા, જેનો અગ્નિ સિયોનમાં, ને જેની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું કહેવું એમ છે.


યહોવા કહે છે, ઈશ્વરે સદોમ, ગમોરા તથા તેઓની પાસેનાં નગરોની પાયમાલી કરી ત્યારે જેવું થયું તેવું ત્યાં થશે. એટલે ત્યાં કોઈ માણસ વસશે નહિ, અને તેમાં કોઈ પણ માણસ મુકામ કરશે નહિ.


યહોવા કહે છે, “બાબિલ તથા ખાલદી દેશના સર્વ રહેવાસીઓએ સિયોનમાં તમારી આંખ આગળ જે ભૂંડું કર્યું છે, તે સર્વનું પ્રતિફળળ હું તેમને પૂરેપૂરું આપીશ.”


યહોવાએ તારા સંબંધી આજ્ઞા આપી છે, “હવે પછી તારાં બી ફરી વાવવામાં આવશે નહિ. તારા દેવોના મંદિરમાંથી હું ઘડેલી મૂર્તિનો તથા ઢાળેલી મૂર્તિનો નાશ કરીશ. હું તારી કબર ખોદીશ; કેમ કે તું દુષ્ટ છે.”


તારા ઘાની. વેદના બિલકુલ શમતી નથી, તારો ઘા કારી છે. તારી ખબર સાંભળનારા સર્વ તારા [હાલ જોઈને] તાળીઓ પાડે છે. કેમ કે તારી દુષ્ટતા કોના પર સતત ચાલી નથી?


Lean sinn:

Sanasan


Sanasan