Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 27:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “હું યહોવા તેનો રક્ષક છું; પળેપળે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “હું યહોવાહ, તેનો રક્ષક છું, પળે પળે હું તેને સિંચું છું; હું રાત તથા દિવસે તેનું રક્ષણ કરું છું રખેને કોઈ તેને ઈજા પહોંચાડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “હું યહોવા મારી દ્રાક્ષાવાડીની ચોકી કરું છું, હું વારંવાર એને પાણી પાઉં છું. રખેને કોઇ એને ઇજા પહોંચાડે માટે રાતદિવસ હું એની ચોકી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 27:3
26 Iomraidhean Croise  

અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.


“જુઓ, તમારી સાથે, તથા તમારી પાછળ થનાર તમારાં સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.


આ મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે, તે રાતદિવસ આપણા ઈશ્વર યહોવાની હજૂરમાં રહો કે, દરરોજની અગત્ય પ્રમાણે, પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇઝરાયલ લોકોના પક્ષની હિમાયત કરે;


સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


ઈશ્વર તેમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી પરોઢે ઈશ્વર તેને મદદ કરશે.


ઊડનારાં પક્ષીની જેમ સૈન્યોના ઈશ્વર યહોવા યરુશાલેમ પર આચ્છાદન કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.


“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


તમારા ઘડપણ સુધી હું તે જ છું, પળિયાં આવતાં સુધી હું [તમને] ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે ને હું [તમને] ઊંચકી રાખીશ; હા, હું [તમને] ઉપાડી લઈશ, ને [તમને] બચાવીશ.


પુરાતન કાળની બિનાઓનું સ્મરણ કરો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી; હું ઈશ્વર છું, ને મારા જેવો કોઈ નથી,


યહોવા એવું કહે છે, “મેં માન્યકાળમાં તારું સાંભળ્યું છે, ને તારણને દિવસે મેં તારી સહાય કરી છે; હું તારું રક્ષણ કરીશ, ને તને લોકોના હકમાં કરારરૂપ નીમીશ, જેથી તું દેશનું પુન:સ્થાપન કરે, અને ઉજ્જડ થયેલાં વતનોને વહેંચી આપે;


હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરાં ઊગશે. વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ.


યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.


તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું જાતે, હા, હું જ, મારાં ઘેટાંની ખોળ કરીને તેમને શોધી કાઢીશ.


હું યહોવા તેઓનો ઈશ્વર થઈશ, ને મારો સેવક દાઉદ તેઓમાં સરદાર થશે; હું યહોવા એ બોલ્યો છું.


વળી હું મારો આત્મા તમારામાં મૂકીશ એટલે તમે જીવતા થશો, ને હું તમને તમારા પોતાના દેશમાં રાખીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું, ને મેં તે પૂરું કર્યું છે, એમ યહોવા કહે છે.”


જ્યારે તેઓમાં મારું પવિત્રસ્થાન સદાને માટે થશે ત્યારે [બધી] પ્રજાઓ જાણશે કે ઇઝરાયલને શુદ્ધ કરનાર યહોવા તે હું છું.


તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan