Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 27:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે. સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે, કેમ કે, આ લોક સમજણા નથી. તેથી તેઓના સર્જનહાર તેઓના પર દયા કરશે નહિ અને તેઓના પર કૃપા કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે. અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 27:11
39 Iomraidhean Croise  

તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઊઠ્યો. અને પોતાના વારસામાંથી તે કંટાળી ગયા.


બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; [પણ] ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”


કાપણી પહેલાં જ્યારે ફૂલ બંધાઈને તેની કાચી દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખશે, ને ડાળીઓને કાપીને લઈ જશે.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


જે સર્વને મરું નામ આપેલું છે, ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે તેને લાવ; મેં તેને બનાવ્યો; હા, મેં તેને પેદા કર્યો છે.’


તારો કર્તા, ગર્ભસ્થાનથી તારો બનાવનાર, તને સહાય કરનાર યહોવા એવું કહે છે કે, હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ.


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ને ગર્ભસ્થાનથી તારો બનાવનાર, એવું કહે છે, “હું યહોવા સર્વનો કર્તા છું. જે એકલો આકાશોને પ્રસારે છે, ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે;


તેથી મારા લોક અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે; અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સાધારણ માણસો તરસથી સુકાઈ ગયા છે.


માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


યહોવાએ લીલું, સુશોભિત તથા ફળ આપનારું જૈતવૃક્ષ, એવું તારું નામ પાડયું. મોટા ગડબડાટ સહિત યહોવાએ તેના પર અગ્નિ સળગાવ્યો છે, ને તેની ડાળીઓ તોડી નાખેલી છે.


હું તેઓને એકબીજા સામે [લડાવીશ] , પિતાને તથા પુત્રોને એકબીજા સામે અથડાવીશ, એમ યહોવા કહે છે. હું [તેઓ પર] દયા, ક્ષમા કે કરુણા કરીશ નહિ, પણ તેઓનો નાશ કરીશ.’


યહોવા કહે છે કે, શોક [કરનાર] ના ઘરમાં પેસતો ના, ને રડારોળ કરવા માટે જતો ના, ને તેઓને લીધે વિલાપ કરતો ના; કેમ કે મેં આ લોકો પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.


યહોવાના ભારે કોપને લીધે શાંતિના વાડા ખાલી થયા છે.


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


વાયુચર બગલો પણ પોતાનો નીમેલો વખત જાણે છે; હોલો, અબાબીલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે. પણ મારા લોકો યહોવાનો નિયમ સમજતા નથી.


પણ [ઈશ્વરના] કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.


અને દક્ષિણના વનને કહે કે, યહોવાનું વચન સાંભળ. પ્રભુ યહોવા કહે છે કે, જો હું તારામાં અગ્નિ સળગાવીશ, ને તે તારી અંદરના દરેક લીલા વૃક્ષને તથા દરેક સૂકા વૃક્ષને ભસ્મ કરશે. આગનો ભડકો હોલવાશે નહિ, ને તેથી દક્ષિણથી તે ઉત્તર સુધીમાંનાં સર્વ મુખો દાઝી જશે.


મારી આંખ તો દરગુજર કરશે નહિ ને હું દયા રાખીશ નહિ, પણ તેમને તેમનાં કૃત્યોનો બદલો આપીશ.”


તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, ને તમારી પુત્રવધુઓ જારકર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ; કેમ કે [પુરુષો] પોતે છિનાળોને લઈને એકાંતમાં જતા રહે છે, ને દેવદાસીઓની સંઘાતે યજ્ઞો કરે છે; અને અજ્ઞાન લોકો પાયમાલ થશે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.


“જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.


અને હમણાં જ વૃક્ષોની જડ પર કુહાડો મુકાયો છે: માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.


જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, [તથા] નિર્દયી હતા :


માટે તે પાળીને અમલમાં મૂકો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે, ખરેખર, આ મહાન દેશજાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે.


વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે. પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


Lean sinn:

Sanasan


Sanasan