Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 26:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તમારાં મૃતજનો જીવશે; આપણા મૃત શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ અને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે અને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 છતાં પણ અમારી પાસે આ ખાતરી છે: “જેઓ દેવના છે; તેઓ ફરીથી સજીવન થશે. તેઓનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારાઓ, તમે જાગૃત થાઓ, ને મોટેથી હર્ષનાદ કરો; કારણ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, તે જેમ વનસ્પતિને સજીવન કરે છે તેમ યહોવા મૃત્યુલોકમાં સૂતેલાઓને સજીવન કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 26:19
37 Iomraidhean Croise  

જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય,


મારાં મૂળ પાણી સુધી પસર્યાં છે, અને મારી ડાળી પર આખી રાત ઝાકળ પડે છે;


તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.


પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.


તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.


શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસુપણું, જાહેર કરવામાં આવશે?


કેમ કે યહોવાએ મને એમ કહ્યું છે, “હું સ્વસ્થ રહીશ, અને મારા નિવાસસ્થાનમાંથી જોતો રહીશ. તડકાના તેજસ્વી તથા જેવો, કાપણીની મોસમના ઉષ્ણકાળમાં ઘૂમરના વાદળા જેવો રહીશ.”


પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


હે યરુશાલેમ, જાગૃત થા, જાગૃત થા, ઊભી થા. તેં યહોવાના હાથથી એના કોપનો પ્યાલો પીધો છે; તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? પશ્ચાત્તાપ મારી આંખોથી ગુપ્ત રહેશે.


હું ઇઝરાયલના હકમાં ઝાકળરૂપ થઈશ; તે કમળની જેમ ખીલશે, ને લબાનોનની જેમ પોતાનાં મૂળ ઊંડાં નાખશે.


બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.


કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકોમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ.


ને કબરો ઊઘડી ગઈ, ને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં,


તેણે પિલાત પાસે જઈને ઈસુની લાસ માગી. ત્યારે પિલાતે તે તેને સોંપવાની આજ્ઞા આપી.


ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ ઈશ્વર વિષે આશા રાખું છું.


પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું પ્રથમફળ થયા છે.


માટે કહેલું છે, “ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


મારો બોધ વરસાદની જેમ ટપકશે. મારી વાતો ઝાકળની જેમ નીગળશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ [તે પડશે] ;


અને યૂસફ વિષે તેણે કહ્યું: “તેની ભૂમિ યહોવાથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉત્તમ વસ્તુઓથી, ઝાકળથી, અને ઊંડણના પાણીથી,


અને ઇઝરાયલ સલામતીમાં રહે છે, યાકૂબનો ઝરો એક્લો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે; હા, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.


એ માટે કે હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમનાં દુ:ખોના ભાગિયાપણાને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉં.


તે, જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય.


યહોવા મારે છે, ને જીવતાં કરે છે: તે શેઓલ સુધી નમાવે છે, ને [તેમાંથી] બહાર કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan