Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 26:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટાતા હતા, અમે જાણે વાયુને જન્મ આપ્યો છે; દેશનું તારણ અમારાથી થયું નથી; અને જગવાસીઓ પડયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટાતા હતા પણ અમે કોઈને જન્મ આપ્યો નથી. અમે અમારા દેશને માટે વિજય મેળવ્યો નથી, તેમ જ દુનિયાના રહેવાસીઓને હરાવી શક્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અમે ગર્ભ ધર્યો હતો, અમે પ્રસવ પીડામાં હતા, પણ અમે જાણે વાયુને જન્મ આપ્યો છે. પૃથ્વીનો ઉદ્ધાર અમારાથી થયો નથી અને દુનિયાના રહેવાસીઓ પડ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અમે પણ સ્ત્રીની પ્રસવવેદના જેવી વેદનાથી પીડાયા પણ પરિણામ કાઇં આવ્યું નહિ. અમારા સર્વ પ્રયત્નો છતાં, અમે જગતના લોકોને જીંદગી આપી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 26:18
12 Iomraidhean Croise  

તેઓએ યશાયાને કહ્યું, “હિઝકિયા આમ કહે છે કે, આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો વખત આવ્યો છે, ને જણવાની શક્તિ નથી.


હે યહોવા, તમારા હાથ વડે માણસોથી, કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે તેવાં આ જગતનાં માણસોથી મારા જીવને બચાવો, જેઓનું પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; અને તેઓ છોકરાં વડે સંતુષ્ટ થાય છે, અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી પણ જાય છે.


તમે ફોતરાંનો ગર્ભ ધરશો, તમે ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે.


તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, ને જન્મ આપવાની શક્તિ નથી.


ન્યાયને અનુસરીને કોઈ દાવો કરતો નથી, ને સત્યથી કોઈ વાદ કરતો નથી. તેઓ વ્યર્થતા પર ભરોસો રાખે છે, ને જૂઠું બોલે છે. તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે, ને દુષ્ટતા પ્રસવે છે.


પ્રસૂતિથી કષ્ટાતી સ્ત્રીના જેવું દુ:ખ તેના પર આવશે. તે મૂર્ખ દીકરો છે; કેમ કે છોકરાને અવતરવાની જગાએ થોભવું ન જોઈએ એવો વખત આવ્યો છે.


જગત તમારો દ્વેષ કરી નથી શક્તું પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ ભૂંડા છે.


આપણે ઈશ્વરના છીએ, અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે, એવું આપણે જાણીએ છીએ.


શાઉલે કહ્યું, “આજે કોઈ પણ માણસને મારી નાખવાનો નથી, કેમ કે આજે યહોવાએ ઇઝરાયલ મધ્યે ઉદ્ધાર કર્યો છે.”


લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું ન થાઓ. જીવતા યહોવાના સમ, તેના માથાનો વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી, કેમ કે આજે ઈશ્વરની જ સહાયથી તેણે આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવી લીધો, જેથી તે મરણ પામ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan