Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 26:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હે યહોવા, તમે અમને શાંતિ આપશે; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હે પ્રભુ, તમે જ અમારું કલ્યાણ કરો છો; અમારી સર્વ સફળતા તમારા કાર્યનું પરિણામ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હે યહોવાહ, તમે અમને શાંતિ આપશો; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો, અમારા ખોટા કાર્યો બદલ તમે અમને અત્યાર પહેલા સજા આપી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 26:12
22 Iomraidhean Croise  

યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે.


હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું વિનંતી કરીશ.


જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, [ત્યારે] ઈશ્વર આકાશથી [સહાય] મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.


હે ઈશ્વર, યરુશાલેમમાંના તમારા મંદિરમાંથી તમારું સામર્થ્ય કે, જે વડે તમે અમારે માટે મોટાં કાર્યો કર્યાં છે, તે પ્રગટ કરો;


અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ; અને તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.


દઢ મનવાળાને તમે શાંત જ રાખશો; કેમ કે તેનો ભરોસો તમારા પર છે.


નહિ તો તેણે મારો આશરો લેવો, તેણે મારી સાથે સમાધાન કરવું.; હા, તેણે મારી સાથે સમાધાન કરવું.


પણ તે પોતાની મધ્યે પોતાનાં છોકરાં એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે; અને તેઓ યાકૂબના પવિત્ર [ઈશ્વર] ને પવિત્ર માનશે, ને ઇઝરાયલના ઈશ્વરથી બીશે.


મારા લોકો શાંતિના સ્‍થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.


તારો રસ્તો લાંબો હોવાને લીધે તું કાયર થઈ; તોપણ ‘કંઈ આશા નથી’ એવું તેં કહ્યું નહિ; તાજું બળ તને પ્રાપ્ત થયું; તેથી તું નબળી થઈ નહિ.


હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે, દૂરનાને તથા પાસેનાને શાંતિ, શાંતિ; અને હું તેને સાજો કરીશ.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ.


પણ મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


પરંતું મેં મારો હાથ પાછો ખેંચી લીધો, ને મારા નામની ખાતર મેં એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


પણ મિસર દેશમાંથી તેમને કાઢી લાવતાં મેં જે પ્રજાઓના દેખતાં મારી ઓળખાણ તેઓને આપી હતી, તથા જેઓની સાથે તેઓ રહેતા હતા, તેઓના દેખતાં તેને લાંછન ન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, ને તને શાંતિ આપો.’


હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.


કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


અને તારા હ્રદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે.


હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા,


Lean sinn:

Sanasan


Sanasan