Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 25:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે; આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે દિવસે સૌ લોકો એમ કહેશે, “એ આપણો ઉદ્ધાર કરશે એવી જેને વિષે આપણે આશા સેવતા હતા, તે આપણો દેવ આ છે, આપણે જેની પ્રતિક્ષા કરતા હતા તે આ યહોવા છે, અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે; માટે ચાલો, આપણે આનંદોત્સવ કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 25:9
53 Iomraidhean Croise  

ઓ યહોવા, મેં તારા તારણની વાટ જોઈ છે.


રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો


તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.


હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે!


યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.


આપણા આત્માએ યહોવાની રાહ જોઈ છે; તે આપણા સહાયકારી તથા આપણી ઢાલ છે.


આપણાં હ્રદય તેમનામાં હર્ષ પામશે, કારણ કે આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.


પરંતુ હું દીન તથા દરિદ્રી છું, [તો પણ] પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો; તમે વિલંબ ન કરો.


સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.


આવો, આપણે યહોવાની આગળ ગાઈએ; આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ.


હે યહોવા, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરી છે; દર સવાર તમે તેમનો ભુજ, અને દુ:ખના સમયે અમારા પણ તારક થાઓ.


કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.


અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.


યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.


તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે.


જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; હે યરુશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે અવાજે પોકાર; પોકાર, બીશ નહિ; યહૂદિયાનાં નગરોને કહે, “જુઓ, તમારા ઈશ્વર!


તું તેઓને ઊપણશે, વાયુ તેઓને ઉડાવશે, ને વંટોળિયો તેઓને વિખેરી નાખશે; તું યહોવામાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં વડાઈ કરીશ.


રાજાઓ તારા વાલી, અને તેમની રાણીઓ તારી ધાવો થશે; ભૂમિ પર નાક ઘસીને તેઓ તને નમશે, તેઓ તારા પગની ધૂળ ચાટશે! ત્યારે, હું યુહોવા છું, અને મારી રાહ જોનારા લજવાશે નહિ, એવું તું જાણીશ.


કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.


યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.


તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.


હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.


આદિકાળથી તેઓએ સાંભળ્યું નથી, કાન પર આવ્યું નથી, અને વળી આંખે તમારા સિવાય [એવા] કોઈ [બીજા] ઈશ્વરને જોયો નથી કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે.


પણ હું જે ઉત્પન્ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ; કેમ કે હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું.


યહોવા જે યાકૂબનાં સંતાનોથી પોતાનું મુખ ફેરવે છે, તેમને માટે હું વાટ જોઈશ, ને તેમની રાહ જોઈશ.


પણ હું તો યહોવા તરફ જોઈ રહીશ. હું મારું તારણ કરનાર ઈશ્વરની વાટ જોઈશ. વાટ જોઈશ. મારો ઈશ્વર મારું સાંભળશે.


તોપણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ.


એફ્રાઈમીઓ યોદ્ધા જેવા થશે, અને દ્રાક્ષારસ [પીધો હોય] તેમ તેઓનાં મન હરખાશે. હા, તેઓનાં છોકરાં તે જોઈને હરખાશે; તેમનાં અંત:કરણો યહોવામાં આનંદ પામશે.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇઝરાલના દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો.


છેવટે, મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એ ને એ જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને માટે છે.


કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.


અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.


એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી જુદા જુદા પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુ:ખી થયા છો,


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્‍ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે, “હા; હું થોડી વારમાં આવું છું.” આમીન. હે પ્રભુ ઈસુ, આવો.


Lean sinn:

Sanasan


Sanasan