Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 25:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તમે નગરને પથ્થરોનો ઢગલો બનાવી દીધું છે અને કિલ્લેબંધીવાળા નગરને ખંડિયેર કરી દીધું છે. અમારા દુશ્મનોએ બાંધેલા ગઢ હવે નગર તરીકે રહ્યા નથી; તે ફરી ક્યારેય બંધાનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે, પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો. તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે. તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે. તેઓ તે ફરીથી બાંધશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 25:2
24 Iomraidhean Croise  

તે જેને તોડી પાડે છે, તેને કોઈ ફરી ઊભું કરી શકતું નથી. તે માણસને કેદ કરે છે, ને કોઈ તેને છોડાવી શકતું નથી.


તેમાં ફરી કદી વસતિ થશે નહિ, તેમાં તેઢી દરપેઢી કોઈ વસશે નહિ. અને ત્યાં અરબ [લોકો] પોતાના તંબુ તાણશે નહિ; અને ભરવાડો પોતાનાં ટોળાંને ત્યાં બેસાડશે નહિ.


પણ ત્યાં જંગલી જનાવર બેસશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે. ત્યાં શાહમૃગ રહેશે, ત્યાં રાની બકરાં કૂદશે.


વરુઓ તેઓની હવેલીઓમાં, અને શિયાળો તેઓના સુખદાયક મહેલોમાં ભૂંકશે; તનો વખત પાસે આવે છે, ને હવે તે ઘણા દિવસ ટકશે નહિ.


“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ”; સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.


દમસ્કસ વિષે ઈશ્વરવાણી; “જુઓ, દમસ્કસ નગર નહિ કહેવાય એવું થઈ જશે, તે ખંડિયેરનો ઢગલો થશે.


એફ્રાઈમમાંથી કિલ્લો ને દમસ્કસમાંથી રાજ્ય જતાં રહેશે; અને અરામના શેષ [ની ગતિ] ઇઝરાયલીઓના ગૌરવ જેવી થશે, સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.


જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.’ તેણે ઉત્તરમાં કહ્યું, ‘બાબિલ પડયું છે, પડયું છે; તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.’


પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.


જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.


ઉજજડ નગર પાયમાલ થયું છે; સર્વ ઘરો બંધ કરવામાં આવ્યાં છે, તેથી કોઈ અંદર પેસે નહિ.


તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.


કેમ કે તેમણે ઉચ્ચસ્થાનમાં રહેનારાઓને ને ગર્વિષ્ઠ નગરને નીચાં નમાવ્યાં છે; તે તેને પાડી નાખે છે, પાડી નાખીને તેને જમીનદોસ્ત કરે છે; તે તેને ધૂળભેગું કરે છે.


કેમ કે મોરચાબંધ નગર ઉજજડ, અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે; ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે, ને તેની ડાળીઓ ખાશે.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


પણ જંગલના પતન સમયે કરા પડશે; અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.


તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે.


[યહોવા કહે છે,] શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે [ઠરાવ] કર્યો ચે, ને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડયો છે? અને હવે હું એવું કરું છું કે કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડિયેરના ઢગલા તું કરી નાખનાર થાય.


તેઓ તારામાંથી ખૂણામાં મૂકવા માટે અથવા પાયાને [ચણવા] માટે પથ્થર લેશે નહિ; કેમ કે તું સદાકાળ ઉજ્જડ રહેશે, ” એવું યહોવા કહે છે.


[પ્રભુ કહે છે] “હું યરુશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસતિહીન થશે.”


અને તેમાંની સર્વ લૂંટ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.


તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રુદન તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું, ‘અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરનાં વહાણોના સર્વ માલિકો ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જડ થયું છે!’


Lean sinn:

Sanasan


Sanasan