Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 25:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જેમ તરનાર તરવા માટે હાથ પસારે છે, તે પ્રમાણે તેમાં તે હાથ પસારશે; અને તેના હાથની ચાલાકી છતાં તે તેના ગર્વને ઉતારી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 જેમ તરવૈયા પોતાના હાથ ફેલાવે છે તેમ મોઆબના લોકો પણ પોતાના હાથ પ્રસારી બચવા પ્રયાસ કરશે. તેમના હાથની ચપળતા હોવા છતાં ઈશ્વર તેમનો ઘમંડ ઉતારી પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જેમ તરનાર તરવા માટે પોતાના હાથ પ્રસારે છે, તે પ્રમાણે તેઓ પોતાના હાથ પ્રસારશે; અને તેના હાથની ચાલાકી છતાં યહોવાહ તેના ગર્વને ઉતારી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જેમ કોઇ તરનારો તરવા માટે પોતાના હાથથી પાણીને પાછું ધકેલે છે, તેમ દેવ તેઓને પાછા હઠાવશે, તે તેઓના ઘમંડનો અને સર્વ દુષ્ટ કાર્યોનો અંત લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 25:11
26 Iomraidhean Croise  

તારા કોપનો ઊભરો [ગર્વિષ્ઠો પર] ઢોળી દે, અને તેના પર દષ્ટિ કરીને તેને નમાવી દે.


ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે, અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.


પણ જુઓ, સૈન્યોના પ્રભુ યહોવા ડાળીઓને ત્રાસદાયક રીતે સોરી નાખશે; અને જે મોટા કદનાં [ઝાડ] છે તેઓને પાડી નાખવામાં આવશે, ને જે ઊંચાં છે તેઓને નીચાં કરવામાં આવશે.


હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.


જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે; અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે.


પણ હમણાં યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને [તેનો] શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”


અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે; હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિષે [અમે સાંભળ્યું છે] ; પરંતુ તેની બડાઈ વ્યર્થ છે.


યહોવાના ભયથી, અને તેમના માહાત્મ્યના પ્રતાપથી ખડકમાં પેસી જ, ને ધૂળમાં સંતાઈ રહે.


માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


દરેક ઊંચા કિલ્લા પર, દરેક મોરચાબંધ કોટ પર;


સૂકી જગામાંના તેડકાની જેમ તમે પરદેશીઓનો ગર્વ નરમ પાડશો. જેમ વાદળાની છાયાથી તડકો [ઓછો લાગે છે] તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે.


તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.


તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે; કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો! પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.


એ બંડખોર લોકો જેઓ સ્વચ્છંદી રીતે ખોટે માર્ગે ચાલે છે તેમને [અપનાવી લેવા] મેં આખો દિવસ મારા હાથ લાંબા કર્યા છે.


અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે, તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ગર્વ, અહંકાર તથા તેના મનની મગરૂરી વિષે અમે સાંભળ્યું છે.


પ્રજા તરીકે મોઆબ રહેશે નહિ, કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે.


પરંતુ પાછલા દિવસોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કહે છે. આ પ્રમાણે મોઆબના શાસન વિષેની વાત છે.”


બાબિલમાં હું બેલને શાસન આપીશ. ને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી કાઢીશ; વિદેશીઓ તેની પાસે ફરીથી એકત્ર થશે નહિ. હા, બાબિલનો કોટ પડી જશે.


હવે હું નબૂખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમને મોટા માનું છું, ને તેમનું સન્માન કરું છું; કેમ કે તેમનાં સર્વ કામો સત્ય, ને તેમના માર્ગો ન્યાયી છે. અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે.”


અને રાજયો તથા અધિકારોને તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને [જાહેર રીતે] ઉઘાડાં પાડયાં.


પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan