Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી, વીણાનો હર્ષ બંધ પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ખંજરીનો રણકાર અને વીણાનો ઝણકાર બંધ પડયા છે. આનંદપ્રમોદ કરનારાઓનો ઘોંઘાટ બંધ થઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ખંજરીના હર્ષનો અવાજ બંધ થાય છે અને હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી; વીણાનો હર્ષ બંધ પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વીણાનું સુમધુર સંગીત અને ખંજરીનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો છે. આનંદના દિવસોનો અંત આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:8
16 Iomraidhean Croise  

તે રાતે શૂન્યકાર થઈ રહો, તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ.


અને મારી વિણામાંથી શોકના રાગ નીકળે છે, અને મારી વાંસળીમાંથી રુદનનો સ્વર [સંભળાય છે]


અને ત્યાંનાં વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી.


ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતા રહ્યા છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ, અને દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ. મેં [હર્ષનાં] ગાયન બંધ કર્યાં છે.


વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.


એથી શેઓલે અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે, અને તેમની શોભા, તેઓની ધામધૂમ તથા તેમનો ભપકો અને તેઓમાં મોજ માણનાર [તેમાં] ઊતરી જાય છે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, હું આ સ્થળે તમારી નજર આગળ તથા તમારી હયાતીમાં આનંદનો તથા હર્ષનો અવાજ, તેમ જ વરનો તથા કન્યાનો અવાજ બંધ પાડીશ.


વળી તેઓમાં આનંદનો તથા હર્ષનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર, ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ હું બંધ પાડીશ.


ત્યારે યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં આનંદનો સ્વર તથા હર્ષનો સ્વર, વરનો સ્વર તથા કન્યાનો સ્વર હું બંધ પાડીશ; કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.”


વડીલો હવે દરવાજામાં બેસતા નથી, જુવાનો હવે ગાયન કરતા નથી.


હું તારાં ગાયનોનો નાદ બંધ પાડીશ અને તારી વીણાઓનો સૂર ત્યાર પછી સંભળાશે નહિ.


તું ઈશ્વરની એદન વાડીમાં હતો. તું સુવર્ણજડિત સર્વ‍ પ્રકારના મૂલ્યવાન રત્નો, એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યાં.


વળી તેનો બધો આનંદ, તેના પર્વો, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પર્વો, તે સર્વનો હું અંત લાવીશ.


એથી જેઓ ગુલામગીરીમાં જશે તેમને મોખરે તમે ગુલામગીરીમાં જશો; ને જેઓ લાંબા થઈને સૂઈ રહેતા તેઓની ખુશાલીનો લોપ થશે.


વળી વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં સંભળાશે નહિ, તારામાં હરકોઈ કારીગરીનો કોઈ પણ કારીગર ફરી જોવામાં આવશે નહિ. તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan