Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે, ને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે, અને ઘણાં થોડાં જ માણસ બાકી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી શાપ પૃથ્વીને ગળી જાય છે અને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે. પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને થોડાં જ માણસો બાકી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આથી શાપ પૃથ્વીને ભરખી રહ્યો છે અને એમાં વસનારાઓ પોતાના ગુનાની સજા ભોગવી રહ્યા છે. આથી પૃથ્વીની વસ્તી ઘણી ઘટી ગઇ છે અને માત્ર થોડાં જ માણસો બચવા પામ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:6
28 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા યહોયાખીન, તેની મા, તેના ચાકરો, તેના અમલદારો તથા તેના કરભારીઓ બાબિલના રાજા પાસે નીકળી આવ્યા. આબિલના રાજાએ પોતાની કારકિર્દીને આઠમે વર્ષૈ તેને પકડ્યો.


પણ રક્ષક ટુકડીના સરદારે દેશના સૌથી કંગાલ લોકોને દ્રાક્ષાવાડીઓના માળીઓ તથા ખેડૂતો થવા માટે રહેવા દીધા.


વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બાળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ.


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઊતરશે.


તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે, ને યાકૂબને શાપરૂપ તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખ્યા છે.


તેથી જેમ અગ્નિની જીભ ખૂંપરાને ચાટી જાય છે, અને સૂકું ઘાસ ભડકામાં બેસી જાય છે; તેમ તેઓની જડ કોહી જશે, ને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાનું નિયમશાસ્ત્ર તજ્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું વચન તુચ્છકાર્યું છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


ક્યાં સુધી દેશ શોક કરશે, ને ક્યાં સુધી સર્વ ખેતરની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષી નષ્ટ થયા છે. કેમ કે તેઓએ કહ્યું, ‘તે અમારો અંતકાળ જોશે નહિ.’


તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.”


વળી તારે તેમાંથી થોડાક લઈને તારી ચાળમાં બાંધવા.


અને હું તમારી મધ્યે જંગલી પશુઓને મોકલીશ કે, જે તમારી પાસેથી તમારાં છોકરાંને છીનવી લેશે, ને તમારાં ઢોરઢાંકને મારી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જડ થશે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જો મારા નામને ગૌરવ આપવાનું તમે સાંભળશો નહિ, તથા તમારા અંત:કરણમાં તે ઠસાવશો નહિ, તો હું તમારા પર શાપ મોકલીશ, ને તમારા [આપેલા] આશીર્વાદોને હું શાપરૂપ કરી નાખીશ. હા, હું તેમને શાપરૂપ કરી ચૂકયો છું, કેમ કે તમે તમારા અંત:કરણમાં એ ઠસાવતા નથી.


તમે‍ શાપ પામીને શાપિત થયા છો; કેમ કે તમે, એટલે આ આખી પ્રજા, મને લૂંટો છો.


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


તે પિતાઓનાં મન પુત્રો તરફ ને પુત્રોનાં મન પોતાના પિતાઓ તરફ ફેરવશે, રખેને હું આવીને પૃથ્વીને શાપથી મારું.”


ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે.”


કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.


વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.


અને તમે સંખ્યામાં આકાશના તારા જેટલા હતા તેને ઠેકાણે તમે થોડા જ થઈ જશો; કેમ કે તેં યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહિ.


અને યહોવા તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે, ને જે દેશજાતિઓ મધ્યે યહોવા તમને લઈ જશે તેઓ મધ્યે તમારામાંના થોડા જ બચશે.


પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan