Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તે દિવસે યહોવા આકાશમાં ઉચ્ચસ્થાનના સૈન્યને, તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 એ સમયે પ્રભુ આકાશી સત્તાધારીઓને અને પૃથ્વીના રાજાઓને શિક્ષા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે દિવસે યહોવાહ ઉચ્ચસ્થાનના સૈન્યને આકાશમાં તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને સજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તે દિવસે યહોવા આકાશમાંના સૈન્યોને, તથા પૃથ્વી પરના અભિમાની રાજાઓને તથા અધિકારીઓને શિક્ષા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:21
23 Iomraidhean Croise  

તે સરદારોનું અભિમાન ઉતારશે, પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.


વળી યહોવા કહે છે, “સિયોન પર્વત પર ને યરુશાલેમ પર હું મારું સર્વ કામ પૂરું કરીશ, તે પછી હું આશૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દષ્ટિના ગર્વને જોઈ લઈશ.


હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.


કેમ કે જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે, ને જે ઉન્મત્ત છે, તે સર્વ પર સૈન્યોના ઈશ્વર યહોવાએ [નકકી કરેલો] દિવસ આવનાર છે; અને તે [સર્વ] નમાવવામાં આવશે.


પૃથ્વી શોક કરે છે ને સુકાઈ જાય છે, દુનિયા ચીમળાઈને સુકાઈ જાય છે, પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે.


વળી મારા દરવાજા નિત્ય ઉઘાડા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ; જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના [બંધનમાં] રાખેલા રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.


હે મનુષ્યપુત્ર, તું ગોગની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે રોશ, મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.


તું ખુલ્લા મેદાનમાં પડશે, કેમ કે, પ્રભુ યહોવા કહે છે કે, હું એ બોલ્યો છું.


યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.


યહોવાના એ યજ્ઞને દિવસે હું અમલદારોને, રાજકુમારોને તથા પરદેશી વસ્ત્ર પહેરેલા સર્વને શિક્ષા કરીશ.


તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”


પૃથ્વીના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા મોજ શોખ કર્યો, તેઓ જ્યારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, વિલાપ કરશે,


Lean sinn:

Sanasan


Sanasan