Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી જ તેના શેઠની, જેવી દાસીની તેવી જ તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી જ વેચનારની, જેવી ઉછીનું આપનારની તેવી જ ઉછીનું લેનારની, જેવી લેણદારની તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 જેવી યજ્ઞકારની તેવી જ લોકોની, જેવી ગુલામની તેવી જ માલિકની, જેવી દાસીની તેવી જ શેઠાણીની, જેવી વેચનારની તેવી જ ખરીદનારની, જેવી લેણદારની તેવી જ દેણદારની, જેવી શ્રીમંતની તેવી જ ગરીબની, સૌની એ જ હાલત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેવી લોકની, તેવી યાજકની; જેવી ચાકરની, તેવી જ તેના શેઠની; જેવી દાસીની, તેવી જ તેની શેઠાણીની; જેવી ખરીદનારની, તેવી જ વેચનારની; જેવું ઉછીનું આપનારની, તેવી જ લેનારની; જેવી લેણદારની, તેવી જ દેણદારની સ્થિતિ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 બધાની દશા સરખી થશે; યાજકો, અને લોકો, સેવકો અને ધણીઓ, દાસીઓ અને શેઠાણીઓ, ખરીદનારાઓ અને વેચનારાઓ, ઉછીનું લેનારા અને આપનારા, લેણદારો અને દેણદારો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:2
26 Iomraidhean Croise  

અને દુકાળનાં વર્ષો આવ્યા અગાઉ યૂસફના બે દિકરા જન્મ્યા કે, જે તેને ઓનના યાજક પોટીફારાની દીકરી આસનાથને પેટે થયા.


તરવારથી બચેલાંઓને તે બાબિલ લઈ ગયો; તેઓ ઇરાનના રાજ્યના અમલ સુધી નબૂખાદનેસ્સારના તથા તેના વંશજોનાં ગુલામ થયા.


દરિદ્રી પ્રણામ કરે છે, અને ધનવાન પણ નમે છે. એથી જ તમે તેઓને માફ કરશો નહિ.


પૃથ્વી ખાલી કરાશે જ કરાશે, ને લૂંટાશે જ લૂંટાશે; કેમ કે યહોવા એ વચન બોલ્યા છે.


પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસ ને લીધે ગોથાં ખાધાંલ છે, ને દારૂને લીધે તેઓ ભૂલા પડયા છે; યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે ગોથાં ખાધાં છે, તેઓ દ્રાક્ષારસમાં ગરક થયા છે, તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડયા છે. દર્શન વિશે તેઓ ગોથાં ખાય છે, ઇનસાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે.


ગરીબ માણસો નમી જાય છે, અને મોટા માણસો દીન બની જાય છે, ને ગર્વિષ્ઠની દષ્ટિ નીચી કરવામાં આવે છે;


પછી નથાન્યાના પુત્ર ઇશ્માએલે ને તેની સાથે આવેલા દશ માણસોએ ઊઠીને શાફાનના પુત્ર અહીકામનો પુત્ર ગદાલ્યા કે, જેને બાબિલના રાજાએ દેશમાં હાકેમ નીમ્યો હતો, તેને તરવારથી મારી નાખ્યો.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જેમ મારો કોપ તથા મારો ક્રોધ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે, તેમ જ્યારે તમે મિસરમાં પ્રવેશ કરશો, ત્યારે મારો ક્રોધ તમારા પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરીથી જોશો નહિ.”


તેના પ્રબોધકોનાં પાપોને લીધે, તેના યાજકોના અન્યાયને લીધે, તેઓએ તેમાં ધાર્મિકોનું રક્ત પાડ્યું છે.


યહોવાના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દષ્ટિ કરશે નહિ. તેઓએ યાજકોની મર્યાદા રાખી નહિ, તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.”


જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકોની દિકરીનો અન્યાય મોટો છે.


યથા લોક તથા યાજક, એમ થવાનું છે. હું તેઓને તેઓનાં દુરાચરણને માટે શિક્ષા કરીશ, ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan