Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી એમ થશે કે જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે; જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે; કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે, અને પૃથ્વીના પાયા હાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 જે કોઈ ભયના ભણકારાથી ભાગી છૂટશે તે ખાડામાં પડશે, અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળી જશે તે ફાંદામાં ફસાઈ પડશે. આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડશે અને ભૂમિના પાયા હાલી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંદામાં પડશે. આકાશની બારીઓ ખોલવામાં આવશે અને પૃથ્વીના પાયા હલાવવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે ડર લાગે તેવા સમાચારથી જેઓ દૂર ભાગી જાય છે, તેઓ ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંસલામાં સપડાશે. આકાશમાંથી મૂસળધાર વરસાદ વરસશે, પૃથ્વીના પાયા હચમચી જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:18
26 Iomraidhean Croise  

ત્યારે યહોવાએ સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ આકાશમાંથી વરસાવ્યાં.


નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમેં દિવસે, તે જ દિવસે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશનાં દ્વારો ઊઘડી ગયાં,


ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


લોઢાના શસ્ત્રથી તે નાસશે, અને પિત્તળનું ધનુષ્ય તેને વીંધી નાખશે.


ત્યારે, હે યહોવા, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, અને જગતના પાયા ઉઘાડા થયા.


ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, વળી પર્વતોના પાયા ખસી ગયા. તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા.


તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા


મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.


તે માટે હું આકાશોને હલાવીશ, ને પૃથ્વી ડગમગીને સ્થાનભ્રષ્ટ થશે, સૈન્યોના ઈશ્વર યહોવાના કોપથી ને તેમના બળતા રોષને દિવસે [એમ થશે].


યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે.


જ્યારે યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેમના ભયથી, તથા તેમના માહાત્મ્યના પ્રતાપથી, ખડકોનાં પોલાણમાં ને શિખરોની ફાટોમાં પેસી જશે.


પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ તમામ ખાડાઓમાં ફસાયેલા, ને કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ શિકાર થઈ પડયા છે, તેમને છોડાવનાર કોઈ નથી; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, ને ‘પાછા આપ, ’ એવું કહેનાર કોઈ નથી.


એટલે તે [તમારું] પવિત્રસ્થાન થશે; પરંતુ ઇઝરાયલનાં બન્ને કુળને માટે તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર પહાણો થશે, યરુશાલેમના રહેવાસીઓને માટે તે ફાંસલારૂપ તથા ફાંદારૂપ થઈ પડશે.


યહોવા કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા પર ભય, ખાડો તથા ફાંદો આવી પડયાં છે.


જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે; અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળશે તે છટકામાં સપડાશે; કેમ કે હું તેના પર, એટલે મોઆબ પર, તેના શાસનનું વર્ષ લાવીશ, એવું યહોવા કહે છે.


ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.


તમે તરવારથી બીતા હતા, પણ પ્રભુ યહોવા કહે છે કે, “હું તમારા પર તરવાર લાવીશ.


મારી જાળ પણ હું તેના પર નાખીશ, ને તે મારા પાશમાં સપડાશે; હું તેને ખાલદીઓના દેશના બાબિલમાં લાવીશ. જો કે તે ત્યાં [બાબિલમાં] મરણ પામશે તોપણ તે તેને દેખશે નહિ.


હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


તમે જેઓ યહોવાનો દિવસ ઇચ્છો છો તે તમોને અફસોસ. શા માટે તમે યહોવાનો દિવસ ઇચ્છો છો? તે તો અંધકારરૂપ છે, પ્રકાશરૂપ નથી.


[તે તો] જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતાં રીંછની ભેટ થઈ જાય, અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીંતે ટેકવતાં તેને સાપ કરડે, તેવો છે.


Lean sinn:

Sanasan


Sanasan