Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો મહિમા [થાઓ] , ’ એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પૃથ્વીને છેડેથી આપણે, “ન્યાયીનો મહિમા થાઓ” એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, “હું વેડફાઈ જાઉં છું, હું વેડફાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; હા, ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ” તેમ સાંભળીશું પણ અફસોસ! “હું તો ક્ષીણ થતો જઉં છું, મારા માટે કોઇ આશા નથી. દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:16
41 Iomraidhean Croise  

તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.


મેં વિશ્વાસઘાતીઓને જોયા ત્યારે મેં તેઓને ધિક્કાર્યા, કેમ કે તેઓ તમારાં વચન પાળતાં નથી.


તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.


બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.


પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદભુત કાર્યોથી બીએ છે; તમે સૂર્યના ઉદય તથા અસ્તનાં સ્થળોને આનંદમય કરો છો.


ઈશ્વર આપણને આશીર્વાદ આપશે; અને પૃથ્વીની સર્વ સીમાઓ તેમનાથી બીશે.


તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે.


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.


વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે, ને ઇઝરાયલના કાઢી મૂકેલાને એકત્ર કરશે, ને યહૂદિયાના વિખેરાઈ ગએલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.


તે દિવસે યાકૂબની જાહોજલાલી કમી થશે; અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.


કઠણ સંદર્શન મારી આગળ દેખાય છે; ઠગ ઠગે છે, ને લૂંટારો લૂંટે છે. ‘હે એલામ, ચઢાઈ કર; હે માદાય, ઘેરો નાખ; મેં તેના સર્વ નિશ્વાસને બંધ કર્યો છે.


તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવા, તમે પ્રજા વધારી છે; તમે તમારો મહિમા પ્રગટ કર્યો છે; દેશની સીમાઓ તમે વિસ્તારી છે.


તે દિવસે સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌંદર્યનો તાજ થશે;


અફસોસ છે તેને! તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહિ; તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ! તું લૂંટી રહીશ ત્યારે તું લૂંટાશે; અને તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.


સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ, તમે યહોવા પ્રત્યે નવું ગીત ગાઓ; પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી તેમનાં સ્તોત્ર ગાઓ.


વળી તેં સાભળ્યું નહિ; વળી તેં જાણ્યું નહિ; વળી તારા કાન અગાઉથી ઊઘડયા નહિ; કેમ કે હું જાણતો હતો કે, તું તદ્દન કપટી છે, ને ગર્ભસ્થાનથી માંડીને તું બંડખોર કહેવાતો આવ્યો છે.


યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


વળી તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે, તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે.


હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?


કેમ કે તારા ભાઈઓએ તથા તારા પિતાના કુટુંબના માણસોએ પણ તારી સાથે કપટ કર્યું છે! તેઓએ પણ તારી પાછળ મોટી બૂમ પાડી છે. તેઓ ભલે તને મીઠી વાતો કહે, તોપણ તેઓના પર ભરોસો ન રાખ.”


પરંતુ જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે, તેમ, ઓ ઇઝરાયલના વંશ, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.


કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.


તે રાત્રે બહુ રડે છે, તેના ગાલો પર આંસુની ધારા વહે છે. તેના આશકોમાંથી તેને દિલાસો આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો દીધો છે, તેઓ તેના શત્રુ થયા છે!


તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે; કેમ કે તેઓએ પારકાના પેટના છોકરાંને જન્મ આપ્યો છે; હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેઓનાં વતનો સહિત સ્વાહા કરી જશે.


પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે.


અને તમારામાં જેટલા બાકી રહેશે તેટલા તમારા શત્રુઓના દેશ મધ્યે તેઓના અન્યાયમાં ઝૂરી ઝૂરીને મરશે.


તે યહોવાના સામર્થ્યસહિત તથા પોતાના ઈશ્વર યહોવાના નામના પ્રતાપસહિત ઊભો રહીને [પોતાના ટોળાનું] પાલન કરશે. અને તેઓ કાયમ રહેશે; કેમ કે હવે પૃથ્વીના છેડા સુધી તે મોટો થશે.


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?


શા માટે તમે અન્યાય મારી નજરે પાડો છો, ને ભ્રષ્ટાચાર બતાવો છો? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે. કજિયા થાય છે, ને ટાંટા ઊઠે છે.


અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, ‘મેં તને વિદેશીઓને સારુ પ્રકાશ તરીકે ઠરાવ્યો છે કે, તું પૃથ્વીના છેડા સુધી તારણસાધક થાય.’”


તેઓ ઈશ્વરના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે, “ હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે. હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan