Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પૃથ્વીમાં લોકો ઝૂડાયેલા જૈતવૃક્ષ જેવા, દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 આખી દુનિયાની બધી પ્રજાઓની હાલત ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લેવાય અને દ્રાક્ષની લણણીની મોસમમાં દ્રાક્ષો ઉતારી લીધા પછી બાકીની દ્રાક્ષો વીણી લેવામાં આવે તેના જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પૃથ્વીમાં લોકો ઝુડાયેલા જૈતૂન વૃક્ષ જેવા, તથા દ્રાક્ષાને વીણી લીધા પછી બાકી રહેલા દ્રાક્ષાવેલા જેવા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પૃથ્વી પરના લોકો, જાણે જૈતુન વૃક્ષને ઝૂંડી નાખ્યા હોય તેવા. અથવા દ્રાક્ષ ચૂંટી લીધા પછી દેખાતા દ્રાક્ષવેલા જેવા લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:13
19 Iomraidhean Croise  

જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


તે દિવસે યાકૂબની જાહોજલાલી કમી થશે; અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.


વળી તે દિવસે યહોવા [ફ્રાત] નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી [અનાજને] ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.


તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.”


વળી તરવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા દેશમાં પાછા આવશે; અને જે બાકી રહેલા યહૂદીઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું, કાયમ રહેશે.


પણ તેઓમાંથી જેઓ બચવાના છે તેઓ બચી જઈને સર્વ પોતપોતાની અનીતિને લીધે શોક કરતા ખીણના પ્રદેશનાં કબૂતરોની જેમ પર્વતો પર [ટોળે] થશે.


અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મોડ તું વીણી ન લે.


હે યાકૂબ, હું તારા સર્વ લોકને નક્કી ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને નક્‍કી એક્ત્ર કરીશ. બીડમાં ચરતાં ઘેટાંબકરાંના ટોળાની જેમ તેઓ માણસોના [જથાને લીધે] મોટો ઘોંઘાટ કરશે.


મને અફસોસ છે! કેમ કે લોકોએ ઉનાળાનાં ફળ વીણી લીધા પછી કોઈ કોઈ દ્રાક્ષા રહી ગયેલી હોય, તેવી મારી સ્‍થિતિ છે. ખાવાને માટે લૂમ તો મળે જ નહિ. અને પહેલવહેલાં પાકેલાં અંજીર જેને માટે મારો જીવ તલપે છે તે પણ મળે નહિ.


અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત. પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરવામાં આવશે.


તોપણ જેઓએ પોતાનાં વસ્‍ત્રો મલિન કર્યા નથી, એવાં થોડાંક નામ તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઊજળાં વસ્‍ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.


Lean sinn:

Sanasan


Sanasan