Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 23:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે સિદોન, તું લજિજત થા, કેમ કે સમુદ્ર, એટલે સમુદ્રના કિલ્લાએ, આ પ્રમાણે કહ્યું છે, “હું પ્રસવવેદના પામી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી, ને કન્યાઓને મોટી કરી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હે સાગરના ગઢ સમી સિદોનનગરી, તું લજ્જિત થા, કારણ, સાગર તારો નકાર કરતાં કહે છે, “મને નથી પ્રસવવેદના થઈ કે નથી મેં કોઈને જન્મ આપ્યો. મેં પુત્ર કે પુત્રીઓનો ય ઉછેર કર્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે, “મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે જરા શરમાઓ, હે સિદોનનગરી હતાશ સાગરકાંઠાનો દુર્ગ થઇને પોકારી ઊઠે છે કે, “હું એવી સ્રી જેવી છું કે, જેણે ક્યારેય બાળકને જન્મ આપ્યો નથી અને જેણે છોકરાઓ મોટા કર્યા નથી કે છોકરીઓને ઉછેરી નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 23:4
12 Iomraidhean Croise  

અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ.


અને કનાનીઓની સીમ સિદોનથી ગેરાર જતાં ગાઝા સુધી, ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઇમ જતાં લાશા સુધી હતી.


સૂરના, સિદોનના તથા સમુદ્રને પેલે પારના બેટોના સર્વ રાજાઓ;


અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, સૂરના રાજા પાસે, તથા સિદોનના રાજા પાસે તે મોકલ.


“હે મનુષ્યપુત્ર, તારું મુખ સિદોન તરફ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને


કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે સિદોન, જો, હું તારી વિરુદ્ધ છું. હું તારામાં મહિમા પામીશ. અને હું તેનો ન્યાય કરીને શિક્ષા કરીશ, ને તેમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


અને યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓને માર્યા. ને મોટા સિદોન સુધી ને મિસ્રેફોથ-માઈમ સુધી, ને પૂર્વગમ મિસ્પાની ખીણ સુધી તેઓને નસાડ્યા; અને તેઓએ તેઓને એટલે સુધી માર્યા કે તેઓમાંના એકેને તેઓએ જીવતો રહેવા દીધો નહિ.


તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહિ. તારામાં વરકન્યાના વરઘોડાનો અવાજ ફરીથી સંભળાશે નહિ! કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા. તારી જાદુક્રિયાથી સર્વ દેશના લોકો ભુલાવામાં પડયા.


ઇઝરાયલી લોકોએ ફરી યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને બાલીમ તથા આશ્તારોથની, અને અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્‍મોનપુત્રોના દેવો તથા પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો, ને તેમની ઉપાસના કરી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan