Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 23:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે તાર્શીશની દીકરી, નાઈલ નદીની જેમ તારા દેશમાં ઊભરાઈ જા; હવે પછી તને પટો બાંધેલો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હે તાર્શિશના લોકો, નાઇલના મુખપ્રદેશની જેમ જમીનમાં ખેતી કરવા માંડો. કારણ, તમારે માટે હવે સમુદ્રનું કોઈ બારું રહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે તાર્શીશની દીકરી, નીલ નદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હે તાશીર્શના જહાજો, તમે તમારા દેશમાં પાછા ફરો, કારણ અહીં કોઇ બંદર હવે રહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 23:10
11 Iomraidhean Croise  

રાજાઓ પર તે ફિટકાર વરસાવે છે, અને બળવંતોના હાંજા ગગડાવી નાખે છે.


ઈશ્વર જે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધે છે, અને મારો માર્ગ સીધો કરે છે.


નાઈલને કાંઠે નાઈલની પાસે જે બીડો, ને નાઈલ પાસે જે સર્વ વાવેતર તે સુકાઈને ઊડી જશે, ને કંઈ રહેશે નહિ.


પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.


હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારો કિલ્લો પાયમાલ થયો છે.


સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે.


સિયોનની દીકરીનો બધો વૈભવ જતો રહ્યો છે! સરદારો ચારા વગરનાં હરણો જેવા થયા છે, ને તેની પાછળ પડનારાની આગળ તેઓ બળહીન થઈને નાસી ગયા છે.


તારી પડતીને દિવસે દ્વીપો કાંપશે; હા, સમુદ્રમાંના દ્વીપો તારો વિનાશ જોઈને ભયભીત થશે.


હું રાજ્યાસનો ઊંધા વાળીશ, ને હું સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરીશ. હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ. અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભાઈની તરવારથી ધરણી પર ઢળી પડશે.


કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.


ત્યારે શાઉલ તરત ભૂમિ પર ઊંધો પડી ગયો, ને શમુએલના વચનોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી કેમ કે તેણે તે આખો દિવસ તથા આખી રાત કંઈ અન્‍ન ખાધું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan