Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 22:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 હું દાઉદના ઘરની ચાવી તેની ખાંધ પર મૂકીશ; તેને તે ઉઘાડશે, ને કોઈ બંધ કરનાર મળશે નહિ; અને તે બંધ કરશે ત્યારે કોઈ ઉઘાડનાર મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 હું તેને દાવિદવંશી રાજકુટુંબના કારભારની પૂરી જવાબદારી સોંપી દઈશ. તેની પાસે તેના કારભારની ચાવી રહેશે; તે ઉઘાડશે તો કોઈ તેને બંધ કરી શકશે નહિ અને તે બંધ કરશે તો કોઈ ઉઘાડી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ; તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “હું દાઉદના મહેલની ચાવી તેને સુપ્રત કરીશ, તેને તે ઉઘાડશે, તેને કોઇ બંધ નહિ કરી શકે, અને તેને તે બંધ કરશે તેને કોઇ ઉઘાડી નહિ શકે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 22:22
9 Iomraidhean Croise  

તે જેને તોડી પાડે છે, તેને કોઈ ફરી ઊભું કરી શકતું નથી. તે માણસને કેદ કરે છે, ને કોઈ તેને છોડાવી શકતું નથી.


ખરેખર હું તેને મારા ખભા પર ઊંચકીને ફરત; મુગટની જેમ હું તેને મારે માથે પહેરત.


પછી યશાયાએ કહ્યું, “હે દાઉદના વંશજો, સાંભળજો. માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે, તમે મારા ઈશ્વરને પણ કાયર કરવા માગો છો?


દાઉદના વંશના રાજકર્તાને ખબર મળી કે, અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન તથા તેના લોકોનાં મન જેમ વનનાં ઝાડ પવનથી કંપે છે તેમ ગભરાયાં.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ:જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે. જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહિ, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan